#Gandhinagar Geological Department/ ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 33,000 થી વધુ જગ્યાઓ ખાલી: શિક્ષણ મંત્રીઓના આશ્વાસન છતાં તાકીદે ભરતી ઓર્ડર આપવા શૈક્ષિક મહાસંઘની માંગ

Gandhinagar News/ શૈક્ષિક મહાસંઘનો TET પરીક્ષા ફરજિયાત કરવાના ચુકાદા સામે ફરી વિરોધ નોંધાવ્યો છે અને રાજ્યની ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને શૈક્ષણિક આલમમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. સરકાર તરફથી સંતોષકારક આશ્વાસન મળ્યું હોવા છતાં, શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવાથી હવે વિલંબ કર્યા વિના સત્વરે ભરતીના […]

Gujrat Gandhinagar Breaking News
Gandhinagar

Gandhinagar News/ શૈક્ષિક મહાસંઘનો TET પરીક્ષા ફરજિયાત કરવાના ચુકાદા સામે ફરી વિરોધ નોંધાવ્યો છે અને રાજ્યની ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને શૈક્ષણિક આલમમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. સરકાર તરફથી સંતોષકારક આશ્વાસન મળ્યું હોવા છતાં, શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવાથી હવે વિલંબ કર્યા વિના સત્વરે ભરતીના ઓર્ડર જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊભી થઈ છે. આ અંગે આગામી રણનીતિ ઘડવા માટે શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં વિસ્તૃત ચર્ચા થવા જઈ રહી છે.

શૈક્ષિક મહાસંઘનો TET પરીક્ષા ફરજિયાત કરવાના ચુકાદા સામે વિરોધ

શાળાના શિક્ષકો (Teachers)માટે TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) ફરજિયાત કરવાના ચુકાદા સામે અગાઉ ૧ લાખથી વધુ શિક્ષકો એકઠા થઈને ધરણા પ્રદર્શન (Protest)માં જોડાયા હતા. આ વિવાદ હવે કેન્દ્રીય સ્તરે પહોંચ્યો છે. શિક્ષકોના આ પ્રશ્ન અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે રૂબરૂ મુલાકાત કરીને વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સમસ્યા સંદર્ભે એક ખાસ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ થયેલી આ રજૂઆતો બાદ હવે શિક્ષકો આ બાબતે વહેલી તકે કોઈ કાયમી અને હકારાત્મક ઉકેલ આવે તેની રાહ જોઈ રહ્યા છે.

શાળાઓમાં ખાલી રહેલ શિક્ષક, ક્લાર્ક સહિતની જગ્યા ભરવા માગ

મહા સંઘના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કાયમી સ્ટાફની ભારે અછત પ્રવર્તી રહી છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જ માત્ર12,000થી વધુ ક્લાર્ક (વહીવટી સ્ટાફ) અને પટ્ટાવાળાની ભરતી પ્રક્રિયા બાકી છે. તમામ સંવર્ગ (કેડર) ની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 33,000થી વધુ કાયમી જગ્યાઓ ખાલી પડી છે, જેના કારણે શાળાઓના વહીવટ અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.


આ પણ વાંચો: ગુજરાતી માધ્યમની શાળાઓમાં 99% આચાર્યની જગ્યાઓ ખાલી

આ પણ વાંચો: ભારતમાં શાળાઓમાં 11 લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં TET Exam ના ગણતરીના કલાકો પહેલાં જ પેપર ફૂટ્યું, લાખો ઉમેદારની મહેનત પર ફળી વળ્યું પાણી