Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા સરપંચના પતિ (Sarpanch Husband Viral Video) ગામના વહીવટ અંગે ખુલ્લેઆમ નિવેદન આપતા અને સત્તાનો રૌફ જમાવતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને ગ્રામજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, હાંડોદ ગામમાં સરપંચ તરીકે શીતલબેન ગોસ્વામી ચૂંટાયેલા પ્રતિનિધિ છે. જોકે, ગામના કેટલાક લોકોનો આક્ષેપ છે કે વહીવટી કામગીરીમાં તેમના પતિ (Sarpanch Husband Viral Video)ની સક્રિય ભૂમિકા વધુ જોવા મળે છે. ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ અને અન્ય પ્રશ્નોને લઈને કેટલાક ગ્રામજનો રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન થયેલી વાતચીતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Sarpanch Husband Viral Video:ગામનો વહીવટ હું જ કરીશ!
વાયરલ વીડિયોમાં સરપંચના પતિ કહેતા સંભળાય છે કે, “ગામનો વહીવટ તો હું જ કરીશ, તમારે જે કરવું હોય તે કરી લો. જઈને TDO મેડમને કહી દેજો.” આ નિવેદન બાદ ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વીડિયોમાં અધિકારીઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ ઘટનાએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના કામકાજને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. લોકશાહી વ્યવસ્થામાં ગામનો વહીવટ ચૂંટાયેલા સરપંચ દ્વારા થવો જોઈએ, ત્યારે સરપંચના પરિવારના સભ્યોની સંભવિત દખલગીરી અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, વાયરલ વીડિયોને લઈને સંબંધિત પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા અથવા પ્રતિક્રિયા સામે આવી નથી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ (Sarpanch Husband Viral Video) થયા બાદ અનેક લોકોએ આ મામલે તપાસની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આક્ષેપો સાચા હોય તો સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જરૂરી હોય તો જવાબદારી પણ નક્કી કરવી જોઈએ.
હાલ સમગ્ર મામલો વડોદરા જિલ્લાના રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે સંબંધિત તંત્ર આ ઘટનાને લઈને કોઈ તપાસ કરે છે કે નહીં અને સત્તાવાર રીતે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:ડીસામાં સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાં સરપંચના પતિ સહિત બે જણા લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:જામનગરમાં 75 હજારની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયા
