#Gandhinagarnews/ ગુજરાતની 4,700 સરકારી પ્રાથમિક શાળાઓમાં બનશે LBD લેબ, વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ લર્નિંગની સુવિધા

ગુજરાતની સરકારી શાળાઓને વધુ આધુનિક બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ, રાજ્યની આશરે 4,700 સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘LBD લેબ’ શરૂ કરવામાં આવશે.

Gandhinagar Gujarat Breaking News
LBD Lab

Gujarat News: ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની અંદાજે 4,700 સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે LBD લેબ સ્થાપિત કરવામાં આવશે. આ અંગે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તમામ જિલ્લાઓને સત્તાવાર સૂચનાઓ મોકલવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. LBD લેબ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરવાની વધુ સારી તક મળશે, જેના કારણે શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બનશે.

રાજ્યની 4,700 પ્રાથમિક શાળાઓમાં  LBD લેબ (LBD Lab) બનશે.

ગુજરાતની સરકારી શાળાઓને વધુ આધુનિક બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ, રાજ્યની આશરે 4,700 સરકારી પ્રાથમિક શાળા (pimary School)ઓમાં ‘LBD Lab શરૂ કરવામાં આવશે. ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ આપવાના હેતુથી લેવાયેલા આ નિર્ણય અંગે તમામ જિલ્લાના સત્તાધિકારીઓને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે.

TCIL સંભાળશે લેબની જાળવણી અને શિક્ષકોની તાલીમ

યોજનાના ભાગરૂપે TCIL દ્વારા લેબની સ્થાપના, જાળવણી તેમજ શિક્ષકોને જરૂરી તાલીમ આપવામાં આવશે. જેથી શિક્ષકો પણ નવી ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓને લેબ સ્થાપન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર રાખવા પણ સૂચના આપવામાં આવી છે. લેબમાં વિવિધ વિષયો સંબંધિત ડિજિટલ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે વિદ્યાર્થીઓના જ્ઞાન અને સમજણમાં વધારો કરશે.

હવે QR કોડ સ્કેન કરીને ભણશે વિદ્યાર્થીઓ

ખાસ કરીને QR કોડ આધારિત અભ્યાસ સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરીને પાઠ્યક્રમ સંબંધિત વીડિયો, પ્રેઝન્ટેશન, એનિમેશન અને અન્ય શૈક્ષણિક સામગ્રી સરળતાથી મેળવી શકશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે LBD લેબની સ્થાપનાથી સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી સાથે તાલમેલ સાધવામાં મદદ મળશે.


આ પણ વાંચો:નખત્રાણાની પોલીસ લાઈન પ્રાથમિક શાળાને વાલીઓએ માર્યું તાળું, એક જ શિક્ષક અને જર્જરિત મકાન સામે વિરોધ

આ પણ વાંચો:ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મુખ્યશિક્ષકના ચાર્જ અંગે નવા નિયમો અમલમાં, જૂનો પરિપત્ર રદ

આ પણ વાંચો:બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ચાલુ ક્લાસે શિક્ષકો નહીં વાપરી શકે મોબાઈલ