Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

કસ્ટમ્સ વિભાગ હવે ડ્રગ્સ ( (Drugs))નો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ કોના માટે થવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે સહિતના તમામ મુદ્દાઓ પર વધુ તપાસ કરી રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ (Drugs)તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ (Drugs)તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના એક મુસાફરને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે શંકાસ્પદ માનતા તેની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મુસાફરની ટ્રોલી બેગમાંથી 22 પારદર્શક પોલિથિન પેકેટ મળી આવ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓએ તમામ પેકેટની તપાસ કરતાં અંદર રહેલો પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ કુલ 4.276 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો.

કસ્ટમ્સ વિભાગે જપ્ત કરાયેલા પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું પોઝિટિવ પરિણામ મળ્યું હતું. ત્યારબાદ સમગ્ર જથ્થો NDPS Act હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગ હવે ડ્રગ્સ નો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ કોના માટે થવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે સહિતના તમામ મુદ્દાઓ પર વધુ તપાસ કરી રહ્યું છે.

પ્રાથમિક તપાસના આધારે કસ્ટમ્સ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.


આ પણ વાંચો : રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો : NCBની કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડાવા અપીલ

આ પણ વાંચો : વાવ-થરાદમાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો