Dang News/ ડાંગ જિલ્લાના વઘઈમાં માત્ર 6 કલાકમાં 9.84 ઇંચ વરસાદ! 

સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં નોંધાયો છે, જ્યાં માત્ર 6 કલાકમાં 9.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર અસર જોવા મળી રહી છે.

Gujarat Others Breaking News
rain

Dng News:  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં માત્ર 6 કલાકમાં જ અતિભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક વધતાં વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

ડાંગ જિલ્લાના વઘઈમાં 6 કલાકમાં 9.84 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો

સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં નોંધાયો છે, જ્યાં માત્ર 6 કલાકમાં 9.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર અસર જોવા મળી રહી છે.

નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ચીખલીમાં 8.39 ઇંચ અને વાંસદામાં 8.23 ઇંચ વરસાદ નોંધાતા અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ છે, જ્યારે ખેતી માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સામે આક્રોશ: જામનપાડાની શાળાને વાલીઓએ માર્યા તાળાં, 11 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 જ શિક્ષક!

આ પણ વાંચો:ડાંગના નિશાણા ગામમાં રસ્તા-પાણીના અભાવે ચૂંટણીનો બહિષ્કાર

આ પણ વાંચો:આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે વ્યક્ત કરી સંભાવના