Ahmedabad News/ અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા, 20 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓના કબજામાંથી કુલ 408 ગ્રામ 770 મિલિગ્રામ મેફેડરોન  ડ્રગ્સ (MD Drugs)જપ્ત કર્યું છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)શહેરના નરોડા (Naroda)પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), અમદાવાદ ઝોન, CID ક્રાઇમે ગેરકાયદેસર મેફેડરોન ડ્રગ્સ (MD Drugs)ના વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે

Ahmedabad News :અમદાવાદ (Ahmedabad)શહેરના નરોડા (Naroda)પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), અમદાવાદ ઝોન, CID ક્રાઇમે ગેરકાયદેસર મેફેડરોન ડ્રગ્સ (MD Drugs)ના વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે નાના ચીલોડાથી ઓઢવ રિંગ રોડ તરફ જતા જય અંબે હોટલ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓ  પાસેથી કુલ 408 ગ્રામ 770 મિલિગ્રામ મેફેડરોન  ડ્રગ્સ (MD Drugs)જપ્ત

પોલીસે આરોપીઓના કબજામાંથી કુલ 408 ગ્રામ 770 મિલિગ્રામ મેફેડરોન  ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 12.26 લાખ હોવાનું જણાવાયું છે. ઉપરાંત એક કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 20.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓ કોણ?

પોલીસે રાજસ્થાનના રહેવાસી જીતેન્દ્ર ઘનશ્યામભાઈ શર્મા (ઉ.વ. 30) અને રોહિત રાધેશ્યામ આચાર્યની ધરપકડ કરી છે. જ્યારે ફરિયાદમાં અમદાવાદના રહેવાસી રમેશ અને એક અજાણ્યા બાઇકચાલકને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેઓ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ સમગ્ર મામલે આરોપીઓ સામે NDPS Act, 1985ની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ નરોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ વધુ તેજ બનાવી છે.

જપ્ત કરાયેલ મુદ્દામાલ