Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરો અને અધિકારીઓ માટે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન (AMC Laptop Mobile Proposal) ખરીદવાની ₹6.43 કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ જાહેર નાણાંના ઉપયોગને લઈને વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે.
મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ કોર્પોરેશનના 192 કોર્પોરેટરો અને વર્ગ-1થી વર્ગ-3 સુધીના 1090 અધિકારીઓ માટે ગેજેટ્સ ખરીદવામાં આવશે. આ ગેજેટ્સ માટેનો ખર્ચ કોર્પોરેશનના ભંડોળમાંથી કરવામાં આવશે.
AMC Laptop Mobile Proposal: કોર્પોરેટરો માટે ₹2.61 કરોડ, અધિકારીઓ માટે ₹3.82 કરોડ
દરખાસ્ત અનુસાર કોર્પોરેટરો માટે અંદાજે ₹2.61 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે અધિકારીઓ માટે ₹3.82 કરોડ ફાળવવામાં આવશે.અધિકારીઓમાંથી આશરે 90 અધિકારીઓને લેપટોપ અને પ્રિન્ટર (AMC Laptop Mobile Proposal) આપવામાં આવશે, જ્યારે બાકીના અધિકારીઓને મોબાઇલ ફોન આપવામાં આવશે.
પાંચ વર્ષ બાદ પણ ગેજેટ્સ પરત લેવામાં આવશે નહીં
માહિતી મુજબ કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા ખરીદાયેલા ગેજેટ્સ તેમની વ્યક્તિગત માલિકીમાં રહેશે. કોર્પોરેટરો પહેલા પોતાની પસંદગી મુજબ લેપટોપ અને પ્રિન્ટર ખરીદશે અને ત્યારબાદ બિલ રજૂ કરીને કોર્પોરેશન પાસેથી રિઇમ્બર્સમેન્ટ મેળવશે. કોર્પોરેટરો માટે અગાઉ લેપટોપ અને પ્રિન્ટર (AMC Laptop Mobile Proposal) માટે ₹90 હજારની મર્યાદા હતી, જેને વધારીને હવે ₹1 લાખ કરવામાં આવી છે.
અગાઉની પોલિસી ફરી અમલમાં
સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર અગાઉ અમલમાં રહેલી ગેજેટ્સ સંબંધિત નીતિને ફરી અમલમાં લાવવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી કામગીરી, ઈ-મેઈલ દ્વારા ફરિયાદો અને વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
નિર્ણય પર ઉઠ્યા સવાલ
આ નિર્ણય બાદ વિરોધના સ્વર પણ ઉઠ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે શહેરમાં રસ્તા, ગટર, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે વધુ ખર્ચ કરવાની જરૂર છે ત્યારે કરોડો રૂપિયાના ગેજેટ્સ ખરીદવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા થવી જોઈએ.અગાઉ પણ કોર્પોરેટરોને આપવામાં આવેલા લેપટોપનો ઉપયોગ મર્યાદિત રહ્યો હોવાના અને કેટલાક કિસ્સાઓમાં તેનો ઉપયોગ પરિવારના સભ્યો દ્વારા થતો હોવાના આક્ષેપો થયા હતા. જોકે, આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ નવી માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો:AMCની સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન કમલેશ પટેલે પોલિટિક્સમાં જમાવી છે કેમેસ્ટ્રી
