Morbi News: જિલ્લાના હળવદમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં (Sanskar Vidyalaya) વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત દુર્વ્યવહારની ઘટનાએ ચર્ચા જગાવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતા આશરે 30 વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા માર મારવામાં (Student Beaten in School) આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અંગ્રેજી વિષય દરમિયાન સ્પેલિંગ ન આવડતાં શિક્ષક ગુસ્સે થયા હતા અને ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.
કેટલાક વિદ્યાર્થીઓના શરીર પર ઈજાના નિશાન હોવાનો આક્ષેપ
વિદ્યાર્થીઓ (Student) અને તેમના વાલીઓનો વધુ આક્ષેપ છે કે શાળાના આચાર્ય મયુર સાહેબે પણ વિદ્યાર્થીઓ સાથે મારપીટ (Student Beaten in School) કરી હતી. મારપીટ બાદ કેટલાક વિદ્યાર્થીઓના શરીર પર લાલ નિશાન અને ઈજાના ચાઠા જોવા મળ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું છે.આ ઘટના સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેમનું કહેવું છે કે શાળા શિક્ષણ અને સંસ્કારનું સ્થળ છે, જ્યાં બાળકો સાથે શારીરિક દંડ જેવી ઘટના સ્વીકારી શકાય નહીં. જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.
વાલીઓએ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી
વાલીઓ દ્વારા સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા તેમજ શિક્ષણ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. બીજી તરફ, આ ઘટનાને લઈને સંબંધિત શાળા અથવા શિક્ષણ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવ્યું છે કે નહીં, તે અંગેની માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર
આ પણ વાંચો: મહેમદાવાદમાં વીજપોલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત, શાળાએ જતી વખતે સર્જાઈ દુર્ઘટના
