Noida Fire News: ઉત્તર પ્રદેશના નોઈડાના મામુરા ગામમાં (Mamura Village Fire) આજે (બુધવારે) ભીષણ આગની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ ઇમારતના (Noida Building Fire) ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર્જ થઈ રહેલી ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી. થોડી જ વારમાં આગ નજીકમાં પાર્ક કરાયેલા પેટ્રોલ વાહનો સુધી ફેલાઈ જતાં સમગ્ર બિલ્ડિંગ ધુમાડાથી ઘેરાઈ ગઈ.
આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની (Fire Team) અનેક ટીમો, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇમારતમાં રહેતા અંદાજે 50 પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ દરમિયાન ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં એક પુરુષ અને એક મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું (2 dead) મોત થયું હતું. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે મકાનમાલિક અને સંબંધિત વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi) ઘટનાની નોંધ લઈ અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ આગના કારણોની વિગતવાર તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર મામુરા વિસ્તાર ગીચ વસ્તી ધરાવતો હોવાથી આગની ઘટના દરમિયાન ભારે ગભરાટ ફેલાયો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને ફાયર વિભાગ સમગ્ર ઘટનાની ટેક્નિકલ તપાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો
આ પણ વાંચો: બેંગકોકમાં મનોરંજનની રાત બની મોતની રાત, પબમાં ભીષણ આગથી 27નાં મોત
આ પણ વાંચો: નોઈડામાં આગ દુર્ઘટનામાં 3 બાળકોના મોત, ઇ-રીક્ષાની બેટરીથી શોર્ટ સર્કિટ થતાં લાગી આગ
