Surat News : જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે ચાલી રહેલી ( Fake Ghee Raid Surat) કાર્યવાહી વચ્ચે કામરેજના નવાગામ વિસ્તારમાં આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Shreeji Industrial Estate) ફૂડ વિભાગ ( Food Department Raid )અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી ( Fake Ghee ) અને ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મલાઈ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
તપાસ દરમિયાન શું મળ્યું?
અધિકારીઓએ ઔદ્યોગિક એકમની તપાસ દરમિયાન આશરે 103 કિલો શંકાસ્પદ ઘી (Suspicious Ghee) મળી આવ્યું હતું. ઉપરાંત ઘી તૈયાર કરવા માટે સંગ્રહ કરવામાં આવેલી અંદાજે 112 કિલો મલાઈ પણ સ્થળ પરથી મળી આવી હતી. બંને જથ્થાને કબજે લઈ તેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ફૂડ વિભાગે લીધા સેમ્પલ
ઘટનાની જાણ થતાં ફૂડ સેફ્ટી (Food Safety) વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ ઘી અને મલાઈના નમૂનાઓ એકત્ર કરીને ગુણવત્તા અને શુદ્ધતાની તપાસ માટે માન્ય લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ હતી કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે.
રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી
અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરીના રિપોર્ટના આધારે સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો નમૂનાઓમાં ખામી કે ભેળસેળ સાબિત થશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભેળસેળ સામે સતત ઝુંબેશ
રાજ્યભરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. તહેવારો અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જામ ખંભાળિયાના સલાયામાં અસલીના નામે વેચાતું હતું કેમિકલવાળું નકલી ઘી
આ પણ વાંચો: ડીસામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, પામોલીન તેલમાંથી બનતું હતું ‘ગાયનું ઘી’
