Surat News/ સુરત એરપોર્ટના રનવે પર દેખાયો 3 ફૂટનો સાપ, ટેક-ઓફ પહેલાં પાયલોટે ફ્લાઇટ રોકી; VIDEO વાયરલ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર ટેક-ઓફ પહેલાં રનવે પર ત્રણ ફૂટનો સાપ દેખાતા ફ્લાઇટ થોડા સમય માટે રોકવામાં આવી. મુસાફરે ઘટનાનો વીડિયો કેદ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
ચોમાસામાં Surat International Airport પર સાપની એન્ટ્રી, મુસાફરે પ્લેનમાંથી ઉતાર્યો વીડિયો

Surat News: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર ફ્લાઇટ ટેક-ઓફ પહેલાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રનવે પરથી વિમાન ટેક-ઓફ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક રનવેની વચ્ચે અંદાજે ત્રણ ફૂટ લાંબો સાપ જોવા મળ્યો હતો. વિમાનમાં બેઠેલા એક મુસાફરે સાપને જોતા જ તેની જાણ પાયલોટને કરી હતી. ત્યારબાદ સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ફ્લાઇટની મૂવમેન્ટ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

મુસાફરે પ્લેનમાંથી બનાવ્યો વીડિયો

મળતી માહિતી મુજબ, ખાનગી વિમાન ટેક-ઓફ માટે રનવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે એક મુસાફરની નજર રનવે પર રહેલા સાપ પર પડી હતી. મુસાફરે પોતાના મોબાઇલમાં સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસાફર ગુજરાતીમાં સુરત એરપોર્ટ (Surat International Airport)ના રનવે પર સાપ જોવા મળ્યાની વાત કરતા સંભળાય છે.

Surat International Airport: ચોમાસાને કારણે રનવે સુધી પહોંચ્યો સાપ

પ્રાથમિક માહિતી મુજબ, ચોમાસાની ઋતુ દરમિયાન એરપોર્ટની આસપાસ આવેલી ઝાડીઓ અને ખુલ્લા વિસ્તારોમાંથી સાપ અને અન્ય સરીસૃપો બહાર આવવાની શક્યતા વધી જાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ સાપ નજીકની ઝાડીઓમાંથી સરકીને રનવે સુધી પહોંચી ગયો હતો.

તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું

સાપ અંગેની જાણ થતાં જ એરપોર્ટ (Surat International Airport)નો ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનની મૂવમેન્ટ થોડા સમય માટે નિયંત્રિત કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બાદમાં પરિસ્થિતિ સામાન્ય થતાં ફ્લાઇટ ઓપરેશન નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યું હતું.

ફ્લાઇટ ઓપરેશન પર મોટી અસર નહીં

આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફર અથવા વિમાનને નુકસાન થયું નથી. એરપોર્ટ પરની ઝડપી કાર્યવાહીથી સંભવિત જોખમ ટળી ગયું હતું અને ફ્લાઇટ ઓપરેશન પર કોઈ નોંધપાત્ર અસર થઈ નહોતી.


આ પણ વાંચો:પ્લેનમાં 3 વર્ષનું બાળક બેભાન, સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર ફ્લાઇટમાં નોંધપાત્ર ઘટાડો, મુસાફરોની સંખ્યા ઘટ્યાનો એરલાઇન્સનો દાવો

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-બેંગકોક ફ્લાઇટ્સ પહેલી જુલાઈથી થશે બંધ