Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન (Morbi Farmers Protest)માં અષાઢી બીજના પાવન પર્વે અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઉપવાસી છાવણી ખાતે આયોજિત રાસ-ગરબા દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ સરકારની નવી વળતર નીતિના વિરોધ (Morbi Farmers Protest)માં બેનરો સાથે ગરબે ઘૂમી પોતાની માંગને અનોખી રીતે રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીજ કંપનીઓ દ્વારા તેમના ખેતરોમાંથી વીજપોલ અને વીજલાઈન પસાર કરવાની કામગીરી સામે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ થાય તે પહેલાં તેમને યોગ્ય અને સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે પૂરતું વળતર મળ્યા વિના તેમની જમીન પર કોઈ કામગીરી સ્વીકાર્ય નથી.
આંદોલન (Morbi Farmers Protest)ના ત્રીજા તબક્કા દરમિયાન થોડા દિવસો પહેલાં મહેન્દ્રનગર ચોકડીથી મોરબી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારની નવી વળતર નીતિના પરિપત્રનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.
Morbi Farmers Protest:ખેડૂતોના આંદોલનમાં ગરબાનો રંગ
અષાઢી બીજની રાત્રે ઉપવાસી છાવણીમાં યોજાયેલા રાસ-ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગરબા દરમિયાન ખેડૂતોના હાથમાં ‘સરકારનો નવો પરિપત્ર મંજૂર નથી’ સહિતના સંદેશા લખેલા બેનરો જોવા મળ્યા હતા. આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમને વિરોધના માધ્યમ તરીકે ઉપયોગ કરીને ખેડૂતોે પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ખેડૂતો સાથે ગરબામાં જોડાયા હતા. ઉપરાંત ‘ધૂણિયા રાસ’ દરમિયાન તેઓ પણ ભાગ લેતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે આ સમગ્ર વિરોધ પ્રદર્શન વધુ ચર્ચામાં આવ્યું છે.
ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમને યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના ખેતરોમાં વીજપોલ અને વીજલાઈન નાખવાની કામગીરીનો વિરોધ ચાલુ રાખશે. હાલ આ મુદ્દે સરકાર તરફથી કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ: 12 જિલ્લાના ખેડૂતો એક મંચ પર, 2027ની ચૂંટણીને લઈને સરકારને ચીમકી
