Ahmedabad News: ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મહોમ્મદ સાથે કથિત રીતે જોડાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે. ATSની તપાસમાં હવે આરોપી બિલાલ શેરા (Bilal Shera Terror Case) અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. તપાસ મુજબ, બિલાલ (Bilal Shera Terror Case) છેલ્લા એક વર્ષથી અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાતો હતો.
Bilal Shera Terror Case: હોટલ દિવ્યાના CCTVમાં બિલાલની હિલચાલ
તપાસ દરમિયાન કઠવાડાની હોટલ દિવ્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં બિલાલ શેરા (Bilal Shera Terror Case) હોટલમાંથી બહાર નીકળતો અને આવતો જોવા મળી રહ્યો છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ (Bilal Shera Terror Case) હોટલમાં મુખ્યત્વે રાત્રે રોકાવા માટે આવતો હતો અને દિવસ દરમિયાન બહાર રહેતો હતો. હોટલનું પેમેન્ટ પણ તે ઓનલાઈન નહીં પરંતુ રોકડમાં કરતો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.
સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી પાંચ શંકાસ્પદોની ધરપકડ
ગુજરાત ATSએ 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચ સહિતના વિસ્તારોમાંથી પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. ATSના જણાવ્યા પ્રમાણે, અગાઉ પકડાયેલા આઠ શખ્સોની પૂછપરછ દરમિયાન આ પાંચ લોકોના નામ સામે આવ્યા હતા.ATSની તપાસમાં આરોપીઓના સંપર્કો, તેમની ગતિવિધિઓ અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
બોમ્બ બનાવવાના સાહિત્ય અને સામગ્રી મળ્યાનો દાવો
ATSના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વિસ્ફોટક બનાવવાની માહિતી ધરાવતું સાહિત્ય, ડિજિટલ ફાઇલો અને અન્ય સામગ્રી મળી આવી હોવાનું સામે આવ્યું છે.તપાસમાં કેટલાક આરોપીઓએ IED અને વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોબાઇલમાંથી બોમ્બ બનાવવાની PDF સહિતનું સાહિત્ય મળ્યાનું પણ ATSએ જણાવ્યું છે.
જૈશ-એ-મહોમ્મદ સાથે જોડાણની તપાસ
ATS મુજબ, ઝડપાયેલા આરોપીઓના કેટલાક સાહિત્ય અને સંપર્કોની તપાસ દરમિયાન પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે વિચારધારાત્મક જોડાણની માહિતી સામે આવી છે.તપાસ એજન્સીઓ હવે આરોપીઓના નેટવર્ક, અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી અને કોઈ મોટા કાવતરાની શક્યતા અંગે તપાસ કરી રહી છે.
અગાઉ 8 આતંકીઓની ધરપકડ બાદ ખુલ્યા નવા નામ
3 જુલાઈના રોજ ગુજરાત ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં કાર્યવાહી કરીને જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાના શંકામાં આઠ લોકોની ધરપકડ કરી હતી.આ આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ પાંચ લોકોના નામ સામે આવતા ATSએ તેમની પણ ધરપકડ કરી હતી. તપાસમાં પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સાથે સંપર્ક હોવાની પણ તપાસ ચાલી રહી છે.
પાંચેય આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત ATSની અરજી બાદ કડી કોર્ટે પાંચેય આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તપાસ એજન્સી આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો:ગુજરાત ATSનો મોટો ખુલાસો: આતંકીઓએ 3 વર્ષમાં 8 બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો આરોપ
આ પણ વાંચો:ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા
આ પણ વાંચો:ગુજરાત ATSએ યુપીમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપી, 5 આરોપી પકડાયા
