Rajkot News : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું નબળું રહેતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી રહી છે. ઘણા તાલુકાઓમાં હજુ સુધી વાવણીલાયક વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેતી ઉપરાંત પશુધન માટે ઘાસચારાની (Saurashtra Fodder Shortage) ઉપલબ્ધિ પણ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ (Ramesh Tilala) રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) સમક્ષ ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પશુપાલકોને સમયસર ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી પશુધનને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સ્થિતિ ચિંતાજનક
ધારાસભ્યના જણાવ્યા અનુસાર રાજકોટ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ અપેક્ષા કરતાં ઓછો નોંધાયો છે. પરિણામે ખેતીની કામગીરી પર અસર (Saurashtra Fodder Shortage) પડી રહી છે અને અનેક ખેડૂતો હજુ પણ પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
સરકાર સમક્ષ તાત્કાલિક માંગણી
રજુઆતમાં રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે વરસાદની અછતને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાનું આયોજન કરવામાં આવે. પશુપાલકોને સમયસર સહાય મળે તો પશુધનની જાળવણી સરળ બનશે અને સંભવિત નુકસાન અટકાવી શકાશે.
સરકાર તરફથી સકારાત્મક સંકેત
ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે સરકાર સમક્ષ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે અને આ અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા અંગે જરૂરી નિર્ણય લેવામાં આવશે.રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહે છે તેના આધારે સરકાર દ્વારા વધુ પગલાં લેવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: બોટાદના નાગનેશમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
