Ahmedabad News/ લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Ahmedabad Monsoon: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી

Gujrat Top Stories

Ahmedabad News : લાંબા સમયથી વરસાદની ( Ahmedabad Monsoon) રાહ જોઈ રહેલા અમદાવાદીઓ માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને ઝોનના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.

પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શ્યામલ, પાલડી, થલતેજ અને બોપલ (Heavy Rain Ahmedabad) વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે પૂર્વ અમદાવાદના કાંકરિયા, ખોખરા, અમરાઈવાડી અને મણિનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા રસ્તાઓ ભીના બન્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.

ગરમી અને બફારાથી લોકોને મળી રાહત

છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ઉકળાટ ( Gujarat Weather Today) અને ભારે બફારાને કારણે લોકો પરેશાન હતા. વરસાદ શરૂ થતાં જ તાપમાનમાં ઘટાડો નોંધાયો અને શહેરમાં ઠંડકનો અનુભવ થયો. સાંજના સમયે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં લોકો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા.

વરસાદી માહોલથી શહેરમાં ખુશીનો માહોલ

લાંબા વિરામ બાદ પડેલા વરસાદે શહેરના વાતાવરણને તાજગીભર્યું બનાવી દીધું છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહે તો શહેરમાં ગરમીમાંથી વધુ રાહત મળવાની શક્યતા છે.


આ પણ વાંચો: વરસાદની અછત વચ્ચે પશુધન માટે ઘાસચારાની માંગ, ધારાસભ્ય રમેશ ટીલાળાની સરકારને રજૂઆત

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ