Sport news/ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ પહેલા મેસ્સીની ટીમ પર તોળાયું સંકટ! ફેમસ સિંગરે લગાવ્યો ₹14.5 કરોડનો દાવ, ફેન્સ ચિંતામાં

ફિફા (FIFA)વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ પહેલા કેનેડિયન રેપર ડ્રેકે આર્જેન્ટિનાની જીત પર 14.5 કરોડ રૂપિયાનો મોટો દાવ લગાવ્યો છે. રમત જગતમાં બદનામ ગણાતા ‘ડ્રેક કર્સ’ના કારણે આર્જેન્ટિનાના ફેન્સ ચિંતામાં મુકાયા છે.

Trending Sports
Major bad omen before the FIFA World Cup final! Fans worried.

ફિફા (FIFA) વર્લ્ડ કપ 2026ના મહામુકાબલામાં સ્પેન સામે આર્જેન્ટિનાની જીત પર કેનેડાના પ્રખ્યાત રેપર ડ્રેકે 1.5 મિલિયન ડોલર (આશરે 14.5 કરોડ રૂપિયા)ની મોટી રકમની શરત લગાવી છે. રમતજગતમાં ડ્રેકના આ દાવને એક મોટા અપશુકન એટલે કે ‘ડ્રેક કર્સ’ (Drake Curse) તરીકે જોવામાં આવે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સની ચિંતા વધી ગઈ છે.

ઇતિહાસ રચવાની તૈયારીમાં મેસ્સીની સેના

આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ રવિવારે મેટલાઇફ સ્ટેડિયમમાં ઇતિહાસ રવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. તેમની પાસે વર્લ્ડ કપના ટાઇટલનો બચાવ કરીને સતત બીજી વખત ચેમ્પિયન બનનારો દુનિયાનો ત્રીજો દેશ બનવાની સુવર્ણ તક છે. પરંતુ, આ હાઈ-વોલ્ટેજ મેચની રમત શરૂ થાય તે પહેલા જ મેદાનની બહારની આ ચર્ચાએ જોર પકડ્યું છે.

શું છે આ ‘ડ્રેક કર્સ’નો અંધવિશ્વાસ?

રમતગમતના રસિયાઓ વચ્ચે ‘ડ્રેક કર્સ’ એક જાણીતો વહેમ છે. ભૂતકાળમાં એવું ઘણી વખત બન્યું છે કે રેપર ડ્રેકે જાહેર મંચ પરથી જે પણ ખેલાડી, ફાઇટર કે ટીમને સપોર્ટ કર્યો હોય અથવા તેના પર પૈસા લગાવ્યા હોય, તે ટીમ કે ખેલાડી મોટી મેચોમાં ખરાબ રીતે હારી જાય છે. એટલું જ નહીં, મેચ પહેલા ખેલાડીઓ ડ્રેક સાથે ફોટો પડાવે તો પણ તેમની હાર નિશ્ચિત માનવામાં આવતી હતી. આ જ કારણે આર્જેન્ટિનાના સમર્થકો ડ્રેકના આ દાવથી ડરી રહ્યા છે.

આર્જેન્ટિના પહેલા પણ આ વહેમ તોડી ચૂક્યું છે

જોકે, ડ્રેકના આ દાવ છતાં આર્જેન્ટિનાના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. લિઓનલ મેસ્સીની આ ટીમ વર્ષ 2022 ના કતાર વર્લ્ડ કપ દરમિયાન આ શ્રાપને નિષ્ફળ સાબિત કરી ચૂકી છે. તે સમયે ડ્રેકે ફ્રાન્સ સામે આર્જેન્ટિનાની જીત પર 1 મિલિયન ડોલરની શરત લગાવી હતી અને આર્જેન્ટિનાએ રોમાંચક જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિનાએ આવા ઘણા અંધવિશ્વાસ અને ભવિષ્યવાણીઓને ખોટી સાબિત કરી છે. શરૂઆતના તબક્કામાં ઘાનાના એક તાંત્રિકે એવી ભવિષ્યવાણી કરી હતી કે કેપ વર્ડેની ટીમ આર્જેન્ટિનાને બહાર કરી દેશે, જે ખોટી પડી હતી. ત્યારબાદ, ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે પ્રખ્યાત યુટ્યુબર ‘સ્પીડ’ આર્જેન્ટિનાની જર્સી પહેરીને આવ્યો હતો. સ્પીડે આ ટૂર્નામેન્ટમાં જે ટીમને સપોર્ટ કર્યો તે હારી ગઈ હતી, પરંતુ મેસ્સીની ટીમે તે વહેમ પણ તોડીને સેમિફાઇનલ અને હવે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.


આ પણ વાંચો:જીતેલી બાજી હારી ગયું ઇંગ્લેન્ડ! કોચ થોમસ ટુકેલની એક મોટી ભૂલ અને 39 વર્ષના મેસ્સીએ પલટી નાખ્યો ઇતિહાસ

આ પણ વાંચો:FIFA World Cup 2026: આજે ઇંગ્લેન્ડ vs આર્જેન્ટિના સેમિફાઇનલ, 24 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ફરી ઐતિહાસિક ટક્કર

આ પણ વાંચો:લિયોનેલ મેસી સાથે બખડનાર પ્લેયરની ગર્લફ્રેન્ડ થઈ ભયંકર ટ્રોલ, કેમેરા સામે છલકાયા આંસુ