Surat News/ પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે લવમેરેજ કરનાર દંપતીનું આપઘાત

Love Marriage Couple Suicide: સુરતના કતારગામ વિસ્તારમાં પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે લવમેરેજ કરનાર દંપતી મૃત હાલતમાં મળ્યું. પ્રાથમિક તપાસમાં બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

Gujrat Trending
Love Marriage Couple Suicide: દંપતીનું રહસ્યમય મોત

Surat News: સુરત શહેરના કતારગામ (Katargam Couple Suicide) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે લવમેરેજ કરનાર દંપતી (Love Marriage Couple Suicide) તેમના ઘરમાં મૃત હાલતમાં મળતાં (Marriage Anniversary Tragedy) સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ મુજબ, બંનેના મોત ગળેફાંસો ખાવાથી થયાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

પ્રથમ પત્નીએ અને ત્યારબાદ પતિએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ

મળતી માહિતી મુજબ, કતારગામના ડભોલી ચાર રસ્તા નજીક આવેલી કિસ્મત કોલોનીમાં રહેતા 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરીયા અને તેમની 19 વર્ષીય પત્ની દિશા મનોજભાઈ આહોજા પોતાના ઘરે મૃત હાલતમાં મળી (Couple Found Dead) આવ્યા હતા.સ્મીમેર હોસ્પિટલમાં કરાયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટર સંદીપ રલોતીએ જણાવ્યું કે બંનેના મોત (Love Marriage Couple Suicide)  ગળેફાંસો ખાવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. પોસ્ટમોર્ટમમાં શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. પ્રાથમિક તારણ મુજબ પહેલા પત્નીએ અને ત્યારબાદ પતિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

લગ્નની પ્રથમ વર્ષગાંઠ બાદ ઝઘડો થયો હોવાની શક્યતા

Love Marriage Couple Suicide: દંપતીનું રહસ્યમય મોત
Love Marriage Couple Suicide: દંપતીનું રહસ્યમય મોત

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, 18 જુલાઈએ દંપતીએ લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બંને બહાર ફરવા ગયા બાદ રાત્રે ઘરે પરત (Love Marriage Couple Suicide) આવ્યા હતા.પ્રાથમિક માહિતી (Marriage Anniversary Tragedy) અનુસાર, બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને અલગ-અલગ રૂમમાં ગયા હતા. તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દિશાએ પહેલા ગળેફાંસો ખાધો હતો. ત્યારબાદ અભયે તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તમામ મુદ્દાઓ અંગે અંતિમ નિષ્કર્ષ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

પરિવાર કામ પર ગયો, કાકીએ દરવાજો ખોલતાં સામે આવ્યું કરુણ દૃશ્ય. રવિવારે સવારે અભયના માતા-પિતા કામ પર ગયા હતા. ઘરમાં માત્ર અભય અને દિશા હાજર હતા.બાદમાં અભયના કાકી પિન્કીબેને રૂમનો દરવાજો ખોલતાં અભય પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો, જ્યારે દિશા જમીન પર મૃત (Love Marriage Couple Suicide) હાલતમાં હતી. પરિવારજનોએ તરત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.એનિવર્સરી માટે લાવવામાં આવેલી કેક કાપી પણ ન શક્યાપરિવારના જણાવ્યા મુજબ, લગ્નની પ્રથમ વર્ષગાંઠ (Marriage Anniversary Tragedy) નિમિત્તે ખાસ કેક અને નવા કપડાં લાવવામાં આવ્યા હતા. બહારથી પરત ફર્યા બાદ અભયે થાક લાગ્યો હોવાનું કહી કેક બીજા દિવસે કાપવાનું કહ્યું હતું.પરંતુ બીજા જ દિવસે બંનેના મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

બંનેના મોબાઈલ ફોન કબજે, તપાસ ચાલુ, બે પરિવારોમાં શોકનું મોજું

કતારગામ પોલીસે ઘટનાસ્થળેથી બંનેના મોબાઈલ ફોન કબજે લીધા છે. કોલ ડિટેઇલ્સ, ચેટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે કોઈ માનસિક તણાવ, કૌટુંબિક વિવાદ અથવા અન્ય કારણ જવાબદાર હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય ફોરેન્સિક પુરાવા મળ્યા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.મૃતક અભય લિફ્ટ રિપેરિંગનું કામ કરતો હતો, જ્યારે દિશા ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. દિશા તેના માતા-પિતાની એકમાત્ર દીકરી હતી. આ ઘટનાએ બંને પરિવારોને ઊંડા આઘાતમાં મૂકી દીધા છે.


આ પણ વાંચો: બે બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર, પીડિત પતિની હર્ષ સંઘવી સમક્ષ ન્યાયની માંગ

આ પણ વાંચો: સુરત સિવિલમાં ગંભીર બેદરકારીનો આરોપ: 108માં આવેલી 16 વર્ષની સગીરાને સારવાર વગર OPDમાં મોકલી, કેસ બારી પર જ બેભાન થઈ ઢળી પડી

આ પણ વાંચો: મિલકતના વિવાદમાં બે સગા ભાઈની હત્યા, ભત્રીજા સામે ડબલ મર્ડરનો ગુનો