Gandhinagar News/ ગાંધીનગર કેનાલ દુર્ઘટના કેસમાં મોટો વળાંક: પતિ, પ્રેમિકા સહિત 4 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

ગાંધીનગરની નર્મદા કેનાલ (Gandhinagar Canal Suicide Case)માં બે બાળકો સાથે ઝંપલાવનાર પરિણીતાના કેસમાં સાંતેજ પોલીસે પતિ, પ્રેમિકા અને સાસરિયાંના બે સભ્યો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો. સમગ્ર ઘટનાની તપાસ શરૂ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Canal Suicide Case: બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવનાર પરિણીતા કેસમાં નવા ખુલાસા

Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં નર્મદા મુખ્ય કેનાલ (Gandhinagar Canal Suicide Case)માં બે બાળકો સાથે ઝંપલાવનાર પરિણીતાના કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે પતિ, દાદા સસરા, દાદી સાસુ અને પતિની પ્રેમિકા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના જૂન મહિનામાં બની હતી, જેમાં મહિલાનો અને તેના એક પુત્રનો જીવ ગયો હતો. પોલીસે નોંધાયેલી ફરિયાદમાં લાંબા સમયથી ચાલી રહેલા માનસિક અને શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

લગ્નજીવનના શરૂઆતના વર્ષો બાદ વધ્યો વિવાદ

ફરિયાદ મુજબ, મહેસાણા જિલ્લાના રામપુરા (મુલસણ) ગામની યુવતીના લગ્ન વર્ષ 2017માં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામના યુવક સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના બે વર્ષ શાંતિપૂર્ણ રહ્યા હતા, પરંતુ વર્ષ 2020 બાદ ઘરેલું વિવાદો શરૂ થયા હોવાનું જણાવાયું છે.પરિવારમાં દંપતીને બે પુત્રો હતા, જેમાં એક છ વર્ષનો અને બીજો આઠ મહિનાનો હતો.

Gandhinagar Canal Suicide Case: પતિના સંબંધો અને પરિવારના ત્રાસના આક્ષેપ

ફરિયાદમાં જણાવાયું છે કે મહિલાને પતિના અન્ય મહિલા સાથેના સંબંધોની જાણ થતાં તેણે વિરોધ કર્યો હતો. ત્યારબાદ પતિ દ્વારા મારઝૂડ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ દાદા સસરા અને દાદી સાસુ પણ મહિલાને અપમાનજનક વર્તન અને માનસિક દબાણ કરતા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિની પ્રેમિકા પણ ઘરે આવી ઝઘડા કરતી અને મહિલાને માનસિક રીતે હેરાન કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું

ફરિયાદ અનુસાર, સતત ત્રાસથી કંટાળીને મહિલા થોડા સમય માટે પોતાના પિયર ગઈ હતી. બાદમાં પરિવારજનોની સમજાવટથી તે ફરી સાસરે પરત ફરી હતી.11 જૂનની સાંજે કલોલ તાલુકાના શેરીસા ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ (Gandhinagar Canal Suicide Case)માં મહિલાએ પોતાના બંને બાળકો સાથે ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું હતું.સ્થાનિક લોકોની મદદથી મહિલા અને નાના પુત્રને બહાર કાઢી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મોટા પુત્રનો મૃતદેહ બીજા દિવસે કેનાલ (Gandhinagar Canal Suicide Case)માંથી મળી આવ્યો હતો.

સારવાર દરમિયાન મહિલાનું મોત, પરિવારનો અંગદાનનો નિર્ણય

ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલી મહિલાનું 18 જૂનના રોજ હોસ્પિટલમાં મોત થયું હતું.મહિલાના નિધન બાદ તેના પિયર પક્ષે માનવતાનો દાખલો આપતા તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. ગ્રીન કોરિડોર બનાવી અંગો અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

Gandhinagar Canal Suicide Case: પોલીસે શરૂ કરી વધુ તપાસ

મૃતક મહિલાના પિતાની અરજીના આધારે સાંતેજ પોલીસે ચારેય આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે પોલીસ સમગ્ર ઘટનાની પરિસ્થિતિ, પરિવારના સંબંધો અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની દિશામાં તપાસ આગળ વધારી રહી છે.


આ પણ વાંચો:ગાંધીનગર નજીક મેદરા કેનાલમાં સેલ્ફી લેતા ત્રણ મિત્રો ડૂબ્યા, 1નું મોત

આ પણ વાંચો:ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં ડૂબ્યા 4 યુવકો: બેના મોત, બે હજુ લાપતા

આ પણ વાંચો:ગાંધીનગર નભોઈ કેનાલમાં બે યુવતીઓએ કૂદી આત્મહત્યા કરી,બંને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી હતી