Gandhinagar News/ 23 જુલાઈએ યોજાશે ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની ફરિયાદો

Gujarat SWAGAT Program: ગુજરાતમાં 23 જુલાઈએ રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નાગરિકો પોતાની રજૂઆતો કરી શકશે.

Gujrat Top Stories
Gujarat SWAGAT Program: CM સાથે સીધી રજૂઆત

Gandhinagar News: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી તથા અસરકારક નિવારણ માટે 23 જુલાઈ, ગુરુવારે ‘રાજ્ય સ્વાગત‘ ઓનલાઈન (Gujarat SWAGAT Program)  જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતો રજૂ કરવાની તક મળશે.

વર્ષ 2003થી કાર્યરત છે ‘સ્વાગત’ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ કરાયેલ ‘સ્વાગત’ (Gujarat SWAGAT Program) કાર્યક્રમ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જનફરિયાદ નિવારણ વ્યવસ્થા છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોનું પારદર્શક અને સમયસર નિરાકરણ લાવવાનો છે.

સવારે 8થી 11 વાગ્યા સુધી નોંધાવી શકાશે રજૂઆતો

નાગરિકો 23 જુલાઈ, ગુરુવારે સવારે 8:00થી 11:00 વાગ્યા દરમિયાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2ના (Swarnim Sankul 2) મુખ્યમંત્રી જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ હાજર રહી પોતાની રજૂઆત અથવા (Gujarat SWAGAT Program) ફરિયાદ નોંધાવી શકશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે અરજદારોએ સવારે 11:00 વાગ્યા પહેલાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પહોંચવાનું રહેશે, જેથી તેમની અરજી સ્વીકારી શકાય.

મુખ્યમંત્રી બપોર બાદ પ્રત્યક્ષ સાંભળશે ફરિયાદો

કાર્યક્રમના બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની (Citizen Complaint Portal) રજૂઆતો સાંભળશે. ફરિયાદોના ઝડપી અને હકારાત્મક નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.’રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સરકાર સમક્ષ સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક મળે છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો, શાસનને વધુ પારદર્શક બનાવવાનો અને જનસેવામાં કાર્યક્ષમતા વધારવાનો છે.

  • મુખ્ય મુદ્દા
  • 23 જુલાઈ, ગુરુવારે યોજાશે ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થશે જનફરિયાદોની સુનાવણી.
  • સવારે 8:00થી 11:00 વાગ્યા સુધી રજૂઆતો નોંધાવી શકાશે.
  • સ્થળ: જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર.
  • બપોર બાદ મુખ્યમંત્રી પ્રત્યક્ષ ફરિયાદો સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી નિર્દેશ આપશે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન ફોર્મ ભરીને વસતી ગણતરીનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: સુરત-વલસાડમાં જનજીવન ઠપ, 11નાં મોત; CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મુલાકાત

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું દિલ્હી તેડું, મહત્વના મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય ચર્ચાની શક્યતા