New Delhi News: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બુધવારે NEET પરીક્ષા મુદ્દે (Parliament Neet Issue) વિપક્ષ અને સરકાર વચ્ચે ઉગ્ર ટકરાવ જોવા મળ્યો. લોકસભા અને (Parliament) રાજ્યસભા બંનેમાં સતત હોબાળાને કારણે કાર્યવાહી સરળતાથી ચાલી શકી નહોતી અને અંતે બંને ગૃહોને આગામી દિવસ સુધી સ્થગિત કરવાની ફરજ પડી.
રાજ્યસભામાં ખડગેએ રાજીનામાની માંગ કરી
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ (MallikarjunKharge ) જણાવ્યું કે NEET પેપર લીક મામલે ચર્ચા ત્યારે જ શક્ય બનશે જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (DharmendraPradhan ) પોતાના પદ પરથી રાજીનામું આપે. તેમણે સરકારને જવાબદારી સ્વીકારવાની માંગ પણ કરી હતી.
લોકસભામાં સરકારનો વિપક્ષ પર પ્રહાર
સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં જણાવ્યું કે સરકાર છેલ્લા ત્રણ દિવસથી NEET મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તેમના જણાવ્યા મુજબ સરકાર ચર્ચાથી ભાગી રહી નથી, પરંતુ વિપક્ષ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કાળા કપડાંમાં સંસદ પહોંચ્યા વિપક્ષી સાંસદો
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોના અનેક સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો.
વિદ્યાર્થીઓના મુદ્દે વિપક્ષનો વિરોધ
વિપક્ષનું કહેવું છે કે પરીક્ષા વ્યવસ્થામાં થયેલી ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ મુદ્દે સરકાર જવાબદારી સ્વીકારે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
રાજનાથ સિંહે વિપક્ષને આપી સલાહ
दिल्ली में जारी विरोध-प्रदर्शन गंभीर चिंता का विषय हैं। यह अत्यंत दुर्भाग्यपूर्ण है कि हमारे देश के छात्रों और युवाओं को कुछ लोग अपने राजनीतिक स्वार्थों की पूर्ति के लिए एक राजनीतिक औज़ार के रूप में इस्तेमाल करने का प्रयास कर रहे हैं। प्रधानमंत्री श्री @narendramodi के नेतृत्व… pic.twitter.com/yIQLUiw8xc
— Rajnath Singh (@rajnathsingh) July 22, 2026
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનોની ચિંતાઓને સરકાર ગંભીરતાથી લે છે. તેમણે કહ્યું કે યુવાનોને રાજકીય હથિયાર બનાવવાના પ્રયાસોથી દૂર રહેવું જોઈએ અને સંસદમાં ચર્ચા દ્વારા ઉકેલ લાવવો જોઈએ.સરકારનું કહેવું છે કે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તે તૈયાર છે. સરકારના મતે લોકશાહી વ્યવસ્થામાં સંસદ ચર્ચા માટેનું યોગ્ય મંચ છે અને તમામ પક્ષોએ ત્યાં ચર્ચા દ્વારા જ ઉકેલ શોધવો જોઈએ.
હોબાળા વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત
વિપક્ષના સતત વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી નિયમિત રીતે આગળ વધી શકી નહોતી. જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત
આ પણ વાંચો: દિલ્હી કૂચ પર ખેડૂતો અડગ: સરકાર સાથે ચર્ચા છતાં આંદોલન યથાવત, સરહદો પર હાઈ એલર્ટ
