Navsari News/ નવસારીમાં જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો, પૂર્ણા નદી કાંઠાના ગામોને એલર્ટ

જૂજ ડેમ (Juj Dam)ના ઓવરફ્લોના કારણે વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે

Top Stories Gujarat Others Breaking News
નવસારી (Navsari) જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જૂજ ડેમ (Juj Dam)અને કેલિયા ડેમ ઓવરફ્લો (Overflow)થયા છે

Navsari News : નવસારી (Navsari) જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જૂજ ડેમ (Juj Dam)અને કેલિયા ડેમ ઓવરફ્લો (Overflow)થયા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને પગલે બંને ડેમમાંથી પાણીનો પ્રવાહ વધતાં પૂર્ણા નદી(Purna River)ના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવાની અપીલ કરી છે.

જૂજ ડેમ (Juj Dam)ના ઓવરફ્લોના કારણે અનેક ગામોમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના

જૂજ ડેમના ઓવરફ્લોના કારણે વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે. તેવી જ રીતે કેલિયા ડેમમાંથી પણ પાણી છોડાતા વાંસદા, ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકાના અનેક ગામો અસરગ્રસ્ત બની શકે છે.

જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી, નાળા અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સૂચના આપી છે. જો જરૂર પડે તો સ્થળાંતર અંગે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું તાત્કાલિક પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર જિલ્લા વહીવટીતંત્ર તથા અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. હાલ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત માટેની તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.


આ પણ વાંચો : ડાંગમાં ભારે વરસાદનો કહેર, જિલ્લાના 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ

આ પણ વાંચો : ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે સેવા પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ