Ahmedabad Rain News: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ બાદ બોપલ (Bopal Waterlogging) વિસ્તારમાં ગંભીર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બોપલ વિસ્તારની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
Bopal Waterlogging: બોપલમાં પાણી નિકાલ માટે સરકાર સક્રિય
મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Health Minister Hrishikesh Patel), અમદાવાદ પોલીસ કમિશનર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સ્થળ પર અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી મુખ્યમંત્રીએ પાણી નિકાલ અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપી હતી.
બોપલ (Bopal Waterlogging)ની જાણીતી સેન્ટોસા પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતાં અનેક આલીશાન બંગલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં પાણી ભરાવાને કારણે રહેવાસીઓને પીવાનું પાણી, વીજ પુરવઠો, ઘરવખરી અને રોજિંદા જીવન સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા પરિવારોને ઘરનું સામાન અને અન્ય મિલકતને નુકસાન પહોંચ્યાની ફરિયાદ પણ છે.
સ્થાનિક માહિતી અનુસાર, સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી આશરે 20 પરિવારો પોતાના ઘરોમાં જ ફસાયેલા છે. બચાવ અને રાહત ટીમો દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી ખોરાક, પીવાનું પાણી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને પાણીનો ઝડપથી નિકાલ કરવા, અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડવા અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો:રાધનપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ: ઘરો અને હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી, લોકો મુશ્કેલીમાં
આ પણ વાંચો:ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય, રાહત માટે આર્મીના 70 જવાનો તૈનાત
