Bharuch news/ ભરૂચના ઝઘડિયામાં ખાડીમાં યુવક તણાયો

ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડી (Bhundva Khadi)માં આવેલા પૂરના પાણીમાં 19 વર્ષીય યુવક તણાઈ (Youth Drowned)જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Gujarat Others
ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડી (Bhundva Khadi)માં આવેલા પૂરના પાણીમાં 19 વર્ષીય યુવક તણાઈ (Youth Drowned)જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Bharuch News : રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ભરૂચ (Bharuch)જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામેથી દુઃખદ ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડી (Bhundva Khadi)માં આવેલા પૂરના પાણીમાં 19 વર્ષીય યુવક તણાઈ (Youth Drowned)જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પગ લપસતાં તે સીધો જ ખાડીના ધસમસતા પાણીમાં યુવક તણાઈ (Youth Drowned)ગયો

પ્રાથમિક માહિતી મુજબ, યુવક કુદરતી હાજતે ગયો હતો. આ દરમિયાન પૂરના પાણીની નજીક તેનો પગ લપસતાં તે સીધો જ ખાડીના ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ પ્રયાસો શરૂ કર્યા હતા.

ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભારે પ્રવાહ અને સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક તંત્રએ લોકોને વરસાદી માહોલ દરમિયાન નદી, ખાડી અને પૂરના પાણીની નજીક ન જવાની તેમજ સાવચેતી રાખવાની અપીલ કરી છે.


આ પણ વાંચો : નર્મદાના અશ્વિન નદીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો, SDRF મદદે આવી

આ પણ વાંચો : નવસારી શહેરમાં પાણીના નાળામાં યુવક તણાયો, શહેરના જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તારની ઘટના, બીલીમોરાથી નવસારી પરીક્ષા આપવા આવેલો યુવાન તણાયો,

આ પણ વાંચો : અમરેલીના ફતેપુરમાં યુવાન તણાયાની બની ઘટના, છેલ્લા બે દિવસમાં પાણીમાં ડૂબી જવાથી 4 ના મોત, ગત રોજ પણ શેલ નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા, ભાવેશ મુંધવા