Patan Rain News: પાટણ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સાંતલપુર તાલુકામાં 12.3 ઇંચ (Santalpur Rain) નોંધાયો છે, જે આ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ માનવામાં આવી રહ્યો છે. રાધનપુરમાં પણ 9.2 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
Santalpur Rain:સાંતલપુરમાં 12.3 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
અતિભારે વરસાદના કારણે સાંતલપુર (Santalpur Rain) અને રાધનપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર અસર પડી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લાના હારીજ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શંખેશ્વર અને સિદ્ધપુરમાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ચાણસ્મામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત પાટણ અને સરસ્વતી તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સમી તાલુકામાં સૌથી ઓછો આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
જો આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહેશે તો કેટલાક વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા હોવાથી બચાવ અને રાહત ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 25 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે તંત્રનો નિર્ણય
આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
