Navsari News/ યુવાન સાથે થાર વેચવાના બહાને રૂ.4.07 લાખની છેતરપિંડી, ઠગ ટોળકીનો પર્દાફાશ

Chikhli Fraud Case: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામના યુવાન સાથે થાર કાર વેચવાના બહાને રૂ.4.07 લાખની છેતરપિંડી કરવામાં આવી.જાણો સમગ્ર મામલો

Gujarat Top Stories
Chikhli Fraud Case: ફેસબુક પરથી થયો મોટો ફ્રોડ

Navsari News: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામના યુવાન સાથે થાર કાર વેચવાના બહાને રૂ.4.07 લાખની છેતરપિંડી (Chikhli Fraud Case) કરવામાં આવી. ગામના પ્રણવસિંહ જયેશસિંહ પરમારનો આશરે છ મહિના પહેલા ફેસબુક મારફતે ભૌતિક ગોસ્વામી નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. આરોપીએ થાર ગાડીના (Thar Car Scam) ફોટા મોકલી ગાડી લોન પર હોવા છતાં હપ્તા નિયમિત ભરાતા હોવાનું કહી રૂ.5.50 લાખમાં વેચવાની ઓફર કરી હતી.

Chikhli Fraud Caseછ ગાડી સોંપી રૂ.4.07 લાખ વસૂલ્યા

Chikhli Fraud Case: ફેસબુક પરથી થયો મોટો ફ્રોડ
Chikhli Fraud Case: ફેસબુક પરથી થયો મોટો ફ્રોડ

ગાડી પસંદ આવતા પ્રણવસિંહે સોદો (Chikhli Fraud Case) નક્કી કર્યો હતો. આરોપી ભૌતિકે સેફખાન (Online Car Fraud) નામના વ્યક્તિ મારફતે ગાડી પહોંચાડી હતી. ત્યારબાદ ફરિયાદીએ રૂ.3 લાખ રોકડા, રૂ.95 હજાર ગૂગલ પે દ્વારા અને કાગળો તથા બીજી ચાવી મોકલવાના બહાને ડીઝલ ખર્ચ તરીકે વધુ રૂ.5 હજાર ચૂકવ્યા હતા. આમ કુલ રૂ.4.07 લાખ આરોપીઓએ મેળવી લીધા હતા.

પાર્ક કરેલી ગાડી રાત્રે રહસ્યમય રીતે ગાયબ

Chikhli Fraud Case: ફેસબુક પરથી થયો મોટો ફ્રોડ
Chikhli Fraud Case: ફેસબુક પરથી થયો મોટો ફ્રોડ

ગાડી મિત્રના ઘરે પાર્ક કર્યા બાદ રાત્રે અચાનક ગાયબ થઈ ગઈ હતી. ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતાં તેણે GPS મારફતે ગાડી ગોધરા પહોંચી હોવાનું કહી ચિંતા ન કરવાની સલાહ આપી હતી.

બીજી ગાડી આપવાના બહાને ફરી પૈસાની માંગ

આરોપીઓએ ત્યારબાદ બીજી થાર (Thar Vehicle Fraud) અથવા ફોર્ચ્યુનર ગાડી આપવાના નામે ફરી લાખો રૂપિયાની માંગણી કરી હતી. આથી ફરિયાદીને શંકા જવા લાગી હતી.

ઓળખપત્ર માંગતા ભાંડો ફૂટ્યો

22 જુલાઈના રોજ બે શખ્સો બીજી થાર ગાડી લઈને આવ્યા અને પોતે ગાડીના માલિક હોવાનું કહી રૂ.2.70 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ ઓળખપત્ર માંગતા બંને ગભરાઈ ગયા. પૂછપરછ દરમિયાન એક આરોપીએ પોતાનું સાચું નામ નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન જાહેદ ચૌહાણ હોવાનું સ્વીકારી લેતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

ચાર આરોપીઓ સામે ગુનો, બે ઝડપાયા

ફરિયાદના આધારે પોલીસે ભૌતિક ગોસ્વામી, નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન જાહેદ ચૌહાણ (વડોદરા), સેફખાન અને સરમન શૈલેશ રજવાડી (વડોદરા) સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધ્યો છે.પોલીસે નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન ચૌહાણ અને સરમન રજવાડીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે.પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ રાજ્યમાં અન્ય કેટલા લોકોને આવી જ રીતે શિકાર બનાવ્યા છે. ઉપરાંત, ગાડીઓ કેવી રીતે મેળવી વેચાણનો ખેલ રમાતો હતો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

પોલીસની નાગરિકોને અપીલ

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન માધ્યમથી વાહન ખરીદતા (Online Vehicle Scam) પહેલાં માલિકીની ચકાસણી, દસ્તાવેજોની ખરાઈ અને ઓળખની પુષ્ટિ કર્યા વગર કોઈપણ પ્રકારની ચુકવણી ન કરે. જો કોઈ આવી છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવે, જેથી ટોળકીના અન્ય સભ્યો સુધી પણ પોલીસ પહોંચી શકે.


આ પણ વાંચો: મહિલા પ્રોફેસર સાથે મેટ્રોમોનિયલ સાઇટ પર મિત્રતા બાદ 13.37 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ

આ પણ વાંચો: દાહોદમાં ફિલ્મી સ્ટાઈલની ઠગાઈ! બે દિવસમાં નકલી બેંક ઉભી કરી, જ્વેલર પાસેથી 200 ગ્રામ સોનું લઈને આરોપીઓ ફરાર

આ પણ વાંચો: IPO એલોટમેન્ટના નામે ₹69.63 લાખની સાયબર ઠગાઈ, ગાંધીનગરની મહિલા લેબ ટેકનિશિયન ઈન્સ્ટાગ્રામ જાહેરાતમાં ફસાઈ