Valsad News/ વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન, 90 ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ પાણી

Valsad Flood: વલસાડ જિલ્લામાં વિક્રમજનક વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દમણગંગા નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાતા વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું

Gujarat Top Stories
Valsad Flood

Valsad News: અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભયાનક તારાજીના (Valsad Flood) દ્રશ્યો સામે આવ્યા છે. વિક્રમજનક વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે.

Valsad Flood: દમણગંગા નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું

Valsad Flood

ભારે વરસાદને (Valsad Flood) પગલે દમણગંગા નદીમાં અંદાજે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નદીના પ્રચંડ પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં (Daman Ganga River Flood) પાણી ફરી વળતાં અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત બન્યું.પૂરના પાણી વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક ફેક્ટરીઓ અને ઉદ્યોગોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખાસ કરીને રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં પાણી ભરાઈ જતાં ઉત્પાદન કામગીરી ઠપ થઈ ગઈ છે.

90 જેટલા ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ સુધી પાણી

Valsad Flood: કરોડોનું નુકસાન, ઉદ્યોગો ઠપ
Valsad Flood: કરોડોનું નુકસાન, ઉદ્યોગો ઠપ

રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબના (Vapi Industrial Area) અંદાજે 90 જેટલા ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં મશીનરી, કાચો માલ અને તૈયાર માલને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

ઉદ્યોગકારોની સરકાર સમક્ષ નુકસાની પેકેજની માંગ

પૂરથી થયેલા ભારે આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સમક્ષ વિશેષ રાહત પેકેજ અને નુકસાનીના વળતરની માંગ કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે સરકાર તરફથી તાત્કાલિક સહાય મળશે તો ઉદ્યોગો ફરી શરૂ કરવામાં સરળતા રહેશે.


આ પણ વાંચો: 4 વર્ષથી ઓરડા વગર ચાલી રહી છે શાળા: છોટા ઉદેપુરના સૈડીવાસણમાં પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો: વલસાડમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને સહાય: 5.37 લાખના ચેકનું વિતરણ

આ પણ વાંચો: મહેમદાવાદમાં વરસાદી પાણીથી ખેડૂતોને મોટું નુકસાન, 1,000 વીઘા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ