NEET Paper Leak Controversy: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય ક્ષેત્રમાં ચર્ચા તેજ થઈ છે. NEET પરીક્ષામાં કથિત ગેરરીતિ અને પેપર લીકના આરોપો વચ્ચે આવેલા આ નિર્ણયને લઈને અલગ-અલગ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે દેશ, યુવાનો અને વિદ્યાર્થીઓનું હિત કોઈપણ પદ કરતા વધુ મહત્વપૂર્ણ છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ સિદ્ધાંતને દર્શાવે છે કે રાષ્ટ્રીય હિત અને વિદ્યાર્થીઓના ભવિષ્યને વ્યક્તિગત પદ કરતાં ઉપર રાખવામાં આવે છે.

મોદી સરકાર વિદ્યાર્થીઓના હિત માટે પ્રતિબદ્ધ: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દેશના યુવાનોની ચિંતાઓ ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની અમિત શાહે કરી પ્રશંસા અને અમિત શાહે શિક્ષણમંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના કામની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમના કાર્યકાળ દરમિયાન:
PM શ્રી શાળાઓના વિસ્તરણ પર ભાર મૂકાયો
ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન મળ્યું
કૌશલ્ય વિકાસ ક્ષેત્રને મજબૂતી આપવામાં આવી
ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના સહયોગને વધારવામાં આવ્યો
પરીક્ષા વ્યવસ્થાને વધુ વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા
શાહે જણાવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનો કાર્યકાળ વિકસિત ભારતના નિર્માણ માટેના તેમના સમર્પણને દર્શાવે છે.અને ભાવનાઓનું સન્માન કરે છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને પેપર લીક જેવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવા સરકાર પ્રતિબદ્ધ છે.
શાહે કહ્યું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પગલાં NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
NEET વિવાદ વચ્ચે આવ્યો રાજીનામાનો નિર્ણય
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે NEET પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને દેશના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ઘટનાક્રમ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેન્દ્ર સરકાર અને શિક્ષણ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ માનવામાં આવી રહ્યું છે. NEET વિવાદ બાદ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અને ભવિષ્યમાં પરીક્ષા વ્યવસ્થામાં થતા સુધારા પર હવે સૌની નજર રહેશે.
વિદ્યાર્થી સંગઠનો અને વિરોધ પક્ષો દ્વારા પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરવામાં આવી રહી છે.
વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વિદ્યાર્થીઓના આંદોલનની અસર ગણાવ્યો છે, જ્યારે ભાજપના નેતાઓએ તેને જવાબદારી અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે રજૂ કર્યો છે.
