Karnataka News/ 7 હજાર વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ હોવાના અહેવાલ બાદ કર્ણાટક સરકાર એક્શનમાં

કર્ણાટકમાં HIV સંક્રમણ (Karnataka HIV Cases)ને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કોલેજોમાં HIV સ્ક્રીનિંગ કેમ્પ, કાઉન્સેલિંગ અને જાગૃતિ અભિયાન શરૂ થશે. જાણો સમગ્ર અહેવાલ.

Top Stories India Breaking News
Karnataka HIV Cases: યુવાનોમાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક

Karnataka News: કર્ણાટકમાં વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણ (Karnataka HIV Cases)ને લઈને સામે આવેલા અહેવાલ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણની સમયસર ઓળખ અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે હવે રાજ્યની તમામ કોલેજોમાં HIV સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કેમ્પ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્ણાટક સરકારે સરકારી, સહાયતા પ્રાપ્ત અને ખાનગી કોલેજોમાં HIV ટેસ્ટિંગ સાથે જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનોમાં HIV (Karnataka HIV Cases) અંગે જાગૃતિ ફેલાવવી, સમયસર તપાસ કરાવવી અને જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

HIV સંક્રમિત લોકોની સંખ્યામાં કર્ણાટક ત્રીજા સ્થાને

નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO)ના આંકડા મુજબ HIVથી પ્રભાવિત લોકોની સંખ્યામાં કર્ણાટક દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. રાજ્યમાં અંદાજે 2.60 લાખ લોકો HIV સાથે જીવન જીવી રહ્યા છે.આમાંથી લગભગ 2.05 લાખ લોકો સારવાર હેઠળ છે, જ્યારે આશરે 54 હજાર લોકોને હજુ સુધી પોતાને HIV સંક્રમણ હોવાની જાણ નથી. આરોગ્ય વિભાગ માટે આ બાબત સૌથી મોટી ચિંતાનો વિષય બની છે.

Karnataka HIV Cases: 18 થી 35 વર્ષના યુવાનોમાં વધી રહ્યું છે સંક્રમણ

આંકડાઓ મુજબ HIV સંક્રમણનો સૌથી વધુ પ્રભાવ 18 થી 35 વર્ષના યુવાનોમાં જોવા મળી રહ્યો છે.વર્ષ 2023-24માં આ વય જૂથમાં HIV સંક્રમિત લોકોની સંખ્યા આશરે 44,500 હતી, જે વર્ષ 2025-26માં વધીને લગભગ 66,600 સુધી પહોંચી હોવાનું જણાવાયું છે.આ વધતા આંકડાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે યુવાનોમાં જાગૃતિ, તપાસ અને કાઉન્સેલિંગ પર ખાસ ભાર મૂક્યો છે.

કોલેજોમાં હેલ્થ કેમ્પ યોજાશે

કર્ણાટકની Visvesvaraya Technological University (VTU)એ પોતાની સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોને વિદ્યાર્થીઓ માટે ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પ યોજવા સૂચના આપી છે.આ કેમ્પોમાં HIV સ્ક્રીનિંગ, આરોગ્ય જાગૃતિ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના ટેસ્ટ રિપોર્ટ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

MAS કાર્યક્રમ હેઠળ થશે અભિયાન

આ સમગ્ર પહેલ ‘મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા’ (MAS) કાર્યક્રમ અંતર્ગત ચલાવવામાં આવશે.આ કાર્યક્રમ હેઠળ HIV ઉપરાંત હેપેટાઇટિસ-બી અને સિફિલિસ જેવી બીમારીઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે. સંબંધિત જિલ્લાઓના એઇડ્સ નિયંત્રણ અધિકારીઓના સહયોગથી આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે.

HIV ટેસ્ટ ફરજિયાત નહીં, વિદ્યાર્થીની સંમતિ જરૂરી

યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે HIV (Karnataka HIV Cases) ટેસ્ટ કોઈપણ વિદ્યાર્થી માટે ફરજિયાત નહીં હોય. તપાસ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે અને વિદ્યાર્થીની સંમતિ બાદ જ કરવામાં આવશે.આ પહેલ કર્ણાટક સ્ટેટ એઇડ્સ પ્રિવેન્શન સોસાયટી (KSAPS)ની ભલામણ બાદ શરૂ કરવામાં આવી છે.

QR કોડથી કરી શકાશે HIV જોખમનું મૂલ્યાંકન

KSAPS દ્વારા વિદ્યાર્થીઓ માટે QR કોડ આધારિત HIV સેલ્ફ રિસ્ક અસેસમેન્ટ ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરીને પોતાની જીવનશૈલી અને અન્ય પરિબળોના આધારે HIV સંક્રમણના જોખમ વિશે માહિતી મેળવી શકશે.

ગોપનીય કાઉન્સેલિંગ અને સારવારની માહિતી મળશે

આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને HIV (Karnataka HIV Cases) અંગે માહિતી આપવાની સાથે જરૂરિયાત મુજબ ગોપનીય કાઉન્સેલિંગ, ટેસ્ટિંગ અને સારવાર સંબંધિત સેવાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે.આ કાર્યક્રમ જુલાઈ 2026થી આગામી આઠ મહિના સુધી વિવિધ તબક્કામાં ચલાવવામાં આવશે.

VTUનો સંદેશ: વિદ્યાર્થીઓની ગોપનીયતા રહેશે જાળવવામાં

VTUના કુલપતિ એસ. વિદ્યાશંકરે જણાવ્યું કે HIV (Karnataka HIV Cases) એક સંવેદનશીલ વિષય છે અને તેથી વિદ્યાર્થીઓની ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.તેમણે જણાવ્યું કે કોઈપણ વિદ્યાર્થીને એવી સ્થિતિમાં મૂકવામાં નહીં આવે જ્યાં તેને અસહજતા કે શરમ અનુભવાય.

કોલેજોએ મોકલવો પડશે રિપોર્ટ

યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોને આરોગ્ય શિબિર બાદ તેનો વિગતવાર રિપોર્ટ મોકલવા સૂચના આપી છે.શરૂઆતના બે મહિનામાં ઓરિએન્ટેશન કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન યોજાશે. ત્યારબાદ યુવા દિવસના અવસર પર ફ્લેશ મોબ, શેરી નાટક અને અન્ય કાર્યક્રમો દ્વારા HIV (Karnataka HIV Cases) અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:તેલંગાણામાં ખૌફનાક ખેલ, એકે પરિવારને સ્વિમિંગ પૂલમાં ડુબાડ્યો તો બીજાએ યુવતીને આપ્યું HIV પોઝિટિવ લોહી

આ પણ વાંચો:લગ્ન તૂટતા પાગલપનની હદ વટાવી! યુવકે બદલો લેવા યુવતીને બળજબરીથી મારી દીધું HIV સંક્રમિત લોહીનું ઈન્જેક્શન

આ પણ વાંચો:15 વર્ષમાં HIV દ્વારા ચેપની સંખ્યામાં 48.7ટકાનો ઘટાડો, મૃત્યુઆંકમાં ઘટાડો