sports news/ ગ્લાસગો ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મચાવશે ધૂમ; બોક્સિંગ અને 7 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, જુઓ પૂરૂં શેડ્યૂલ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ (games)૨૦૨૬ ના સાતમા દિવસે ભારત માટે મેડલ્સનો મોટો વરસાદ થઈ શકે છે. બોક્સિંગ ક્વાર્ટર ફાઇનલમાં ૬ બોક્સરો ઉપરાંત વેઇટલિફ્ટિંગ, એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં ભારત ૭ ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

Sports
Glasgow Commonwealth Games 2026

કોમનવેલ્થ ગેમ્સ (Games)2026 ના સાતમા દિવસે ભારતીય ખેલાડીઓ પાસેથી ગોલ્ડ મેડલ્સના મોટા ધમાકાની આશા રાખવામાં આવી રહી છે. છઠ્ઠા દિવસની સફળતા બાદ સાતમા દિવસે ભારત મુખ્યત્વે 3 મુખ્ય રમતો—વેઇટલિફ્ટિંગ, એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં 7 ગોલ્ડ મેડલ મેચોમાં પોતાનો દાવો રજૂ કરશે. આ સિવાય બોક્સિંગ રિંગમાં પણ ભારતીય મુક્કાબાજો છ વધુ મેડલ પાકા કરવાના ઈરાદા સાથે ક્વાર્ટર ફાઈનલ મેચોમાં ઉતરશે. ચાલો જાણીએ ભારતીય સમયાનુસાર સાતમા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ અને ભારતીય કન્ટેન્ડર્સ વિશે.

વેઇટલિફ્ટિંગ, એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં 7 સ્વર્ણ પદક મેળવવાની તક

સાતમા દિવસે ભારત માટે સૌથી વધુ ઉત્સાહજનક ક્ષણો એથ્લેટિક્સ અને વેઇટલિફ્ટિંગના ટ્રેક એન્ડ ફીલ્ડ પર જોવા મળશે. ભારતીય ખેલાડીઓ જે ઇવેન્ટ્સમાં સીધા ગોલ્ડ મેડલ માટે દાવેદારી કરશે તેનું સમયપત્રક નીચે મુજબ છે:

વેઇટલિફ્ટિંગ:

સંજના – મહિલા 77 કિગ્રા વર્ગ (બપોરે 2:00 વાગ્યે)

એથ્લેટિક્સ:

શ્રીશંકર મુરલી અને લોકેશ સત્યનાથન – પુરુષોની લોંગ જમ્પ ફાઇનલ (રાત્રે 11:54  વાગ્યે)

મનપ્રીત કૌર – મહિલા શોટ પુટ ફાઇનલ (મોડી રાત્રે 12:31 વાગ્યે, 30 જુલાઈ)

દેવેન્દ્ર કુમાર અને સાગર થાયત – પુરુષોની ડિસ્કસ થ્રો (F42-44/F61-64) ફાઇનલ (રાત્રે 12:55 વાગ્યે, 30 જુલાઈ)

મોહમ્મદ બેસિલ અને દિલીપ ગાવિત – પુરુષોની 100 મીટર (T47) ફાઇનલ (રાત્રે 1:42 વાગ્યે, 30 જુલાઈ)

પારુલ ચૌધરી – મહિલા સ્ટીપલચેઝ ફાઇનલ (રાત્રે 2:05 વાગ્યે, 30 જુલાઈ)

બોક્સિંગની ક્વાર્ટર ફાઇનલમાં 6 ભારતીય મુક્કાબાજો રિંગમાં ઉતરશે

બોક્સિંગ પ્રેમીઓ માટે સાતમો દિવસ અત્યંત રોમાંચક રહેશે. ભારતના છ પ્રખ્યાત બોક્સરો પોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને ભારત માટે મેડલ નિશ્ચિત કરવા રિંગમાં ઉતરશે:

સાક્ષી ચૌધરી- મહિલા 51 કિગ્રા (સાંજે 4:45 વાગ્યે)

અરુંધતી ચૌધરી – મહિલા 70 કિગ્રા (સાંજે 5:30 વાગ્યે)

સચિન – પુરુષો 60 કિગ્રા (સાંજે 6:15 વાગ્યે)

અંકુશ – પુરુષો 80 કિગ્રા (સાંજે 7:00 વાગ્યે)

નરેન્દ્ર બેરવાલ – પુરુષો 90+ કિગ્રા (સાંજે 7:30 વાગ્યે)

જાસ્મીન – મહિલા 57 કિગ્રા (રાત્રે 11:00 વાગ્યે)    


આ પણ વાંચો: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર: શુભમન ગિલને સોંપાઈ કમાન, યુવા ચહેરાઓની સરપ્રાઈઝ એન્ટ્રી

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં સરાંશ જૈનની એન્ટ્રી, કોણ છે સરાંશ જૈન?