Vadodara News/ વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં હોબાળો, અલવા નાકા ખાતે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે

વડોદરાની માંજલપુર પેટાચૂંટણી (Manjalpur Bypoll ) દરમિયાન અલવા નાકા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં ભારે હોબાળો મચ્યો. નારેબાજી વચ્ચે થોડા સમય માટે તંગદિલીનું વાતાવરણ સર્જાયું.

Top Stories Gujarat Vadodara Breaking News
Manjalpur Bypoll: અલવા નાકા પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સામસામી સ્થિતિ

Vadodara News: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Manjalpur Bypoll) દરમિયાન અલવા નાકા વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં સ્થળ પર ભારે હોબાળો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મતદાનના દિવસે ભાજપના કાર્યકરો સ્થાનિક વિસ્તારમાં મતદારોને મતદાન કરવા અપીલ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકરો અને કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા ભાજપના કાર્યકરોનો હુરિયો બોલાવ્યો હતો.

Manjalpur Bypoll: નારેબાજીથી વાતાવરણ બન્યું તંગ

વિરોધ વચ્ચે ભાજપના કાર્યકરોએ પણ પીછેહઠ કર્યા વગર જોરદાર નારેબાજી શરૂ કરી હતી. સ્થળ પર ‘જય શ્રી રામ’ના નારા ગુંજી ઉઠતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે સામસામી સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં રાજકીય તણાવ જોવા મળ્યો હતો.

મતદાન દરમિયાન સર્જાયો હોબાળો

માંજલપુર પેટાચૂંટણી (Manjalpur Bypoll)ના મતદાન દરમિયાન બનેલી આ ઘટનાને કારણે અલવા નાકા વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થયા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે નારેબાજી થતાં વાતાવરણ ગરમાયું હતું. હાલ સમગ્ર ઘટના અંગે સંબંધિત તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

મતદાન પ્રક્રિયા યથાવત

ઘટનાને કારણે થોડો સમય તંગદિલી સર્જાઈ હોવા છતાં મતદાન પ્રક્રિયા યથાવત રહી હતી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને ચૂંટણી (Manjalpur Bypoll) તંત્ર સતર્ક રહ્યું હતું.


આ પણ વાંચો:માંજલપુર પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ, ભવ્ય જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

આ પણ વાંચો:ભાજપે માંજલપુર પેટાચૂંટણી માટે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન

આ પણ વાંચો:માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી, અનેક દાવેદારો મેદાનમાં