Mehsana News: મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation)ની સાધારણ સભાને લઈને રાજકીય ગરમાવો સર્જાયો છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મનપાની બેઠકમાં વિપક્ષને બોલવાની તક આપવામાં આવી નથી અને માત્ર 30 સેકન્ડમાં જ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરોએ આ મુદ્દે શાસક પક્ષ તેમજ મેયર (Mayor Controversy) સામે વિરોધ નોંધાવ્યો હતો. મનપા (Mehsana Municipal Corporation)ની કચેરી ખાતે પહોંચેલા કોંગ્રેસના પ્રતિનિધિઓએ અનોખી રીતે વિરોધ કરતા મેયરને ‘મીઠું’ આપવા પહોંચ્યા હતા.
30 સેકન્ડમાં સભા પૂર્ણ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
31 જુલાઈના રોજ યોજાયેલી મહેસાણા મનપા (Mehsana Municipal Corporation)ની સાધારણ સભામાં શહેરના વિવિધ પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. જેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ, પીવાનું પાણી, ડ્રેનેજ વ્યવસ્થા, ભૂગર્ભ ગટર, રોડ-રસ્તાની કામગીરી અને આઈકોનિક રોડના કામમાં થતી વિલંબ જેવી બાબતો સામેલ હતી.
કોંગ્રેસના વિપક્ષી નેતા અમિત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે મેયરે ચર્ચા કર્યા વગર જ સભા પૂર્ણ જાહેર કરી દીધી હતી. તેમના જણાવ્યા મુજબ, માઈક બંધ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રગાન શરૂ કરાવી બેઠક પૂર્ણ કરી દેવામાં આવી.કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વિપક્ષનો અવાજ દબાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીજીના મીઠા સત્યાગ્રહના પ્રતિક રૂપે વિરોધ
કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવવા માટે ગાંધીજીના મીઠા સત્યાગ્રહથી પ્રેરણા લઈ મેયરને ‘મીઠું’ આપવાનો કાર્યક્રમ કર્યો હતો.કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું કે જેમ જીવનમાં મીઠાનું મહત્વ છે, તેમ લોકશાહીમાં વિપક્ષનું પણ મહત્વ છે. વિપક્ષ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને રજૂ કરવા માટે જરૂરી ભૂમિકા ભજવે છે.
Mehsana Municipal Corporation: મેયર ન મળતા કોંગ્રેસમાં રોષ
વિરોધ દરમિયાન મેયર રૂબરૂ ન મળતા કોંગ્રેસ (Congress )ના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો યથાવત છે અને લોકોને પાણી, રોડ તથા અન્ય સુવિધાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં વિપક્ષના સૂચનો અને પ્રજાના પ્રશ્નો પર ધ્યાન નહીં આપવામાં આવે તો કાઉન્સિલરો અને શહેરીજનોને સાથે રાખીને મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે.
આ પણ વાંચો:મહેસાણા મનપામાં હાથલારી ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ
આ પણ વાંચો:મહેસાણા મનપામાં ચા-નાસ્તાના ખર્ચ પર સવાલો, ₹5 લાખના બજેટ સામે ₹12 લાખ ખર્ચના આક્ષેપ
આ પણ વાંચો:મહેસાણા મનપાના નવા મેયર તરીકે ભાજપના સોનલ ઓઝાની પસંદગી
