National News/ NEET પ્રદર્શનના વાયરલ વીડિયો પર વિવાદ; કન્ટેન્ટ ક્રિએટર ઉર્વશી પલાંડુરકરનો ભાજપને કરારો જવાબ

દિલ્હીના જંતરમંતર પર NEET વિરોધ પ્રદર્શનના વીડિયો અને છત્તીસગઢ ભાજપની પોસ્ટને લઈને મોટો રાજકીય વિવાદ થયો છે. જાણો સમગ્ર મામલો.

Top Stories NATIONAL India
NEET

Urvashi Palandurkar NEET protest video controversy: દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન ડાન્સ કરતી દેખાયેલી કન્ટેન્ટ ક્રિએટર ઉર્વશી પલાંડુરકરનો વીડિયો હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ છત્તીસગઢ ભાજપની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો છે. પોસ્ટ બાદ ઉર્વશીએ પોતાનો પક્ષ રજૂ કરતાં આપેલો જવાબ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

urvashi-palandurkar-neet-video-controversy

શું હતો સમગ્ર મામલો?

NEET પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કન્ટેન્ટ ક્રિએટર ઉર્વશી પલાંડુરકર ડાન્સ કરતી દેખાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ છત્તીસગઢ ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં ઉર્વશીની તસવીર સાથે “બાબરની વારસાગત પર ઠુમકા લગાવનારા Gen-Z” લખવામાં આવ્યું હતું. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે સન્માનિત થયેલી વિદ્યાર્થીનીની તસવીર સાથે “છત્તીસગઢનું ગૌરવ વધારનારા Gen-Z” લખીને લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કયા પ્રકારના Gen-Zને પસંદ કરશે.

urvashi-palandurkar-neet-video-controversy

ઉર્વશીનો જવાબ(NEET)

વિવાદ વધતા ઉર્વશી પલાંડુરકરે વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેમની તસવીર અને વીડિયોનો રાજકીય પોસ્ટમાં તેમની મંજૂરી વિના ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ પછી તેમને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ટ્રોલિંગ અને અપમાનજનક સંદેશાઓ મળ્યા. ઉર્વશીએ વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે આજની Gen-Z જૂના રાજકીય નેરેટિવ સાથે પોતાને જોડતી નથી અને સોશિયલ મીડિયા પર તથ્યો સાથે જવાબ આપવાનું પણ જાણે છે.

urvashi-palandurkar-neet-video-controversy

અભ્યાસ અને અન્ય સિદ્ધિઓનો કર્યો ઉલ્લેખ

ઉર્વશીએ પોતાના વીડિયોમાં કહ્યું કે માત્ર એક વીડિયો ક્લિપના આધારે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ધોરણ 10 અને 12 બંને બોર્ડ પરીક્ષામાં તેમણે 93 ટકા ગુણ મેળવ્યા હતા. ઉપરાંત ડાન્સ, કન્ટેન્ટ ક્રિએશન, યોગ અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે અભ્યાસ અને અન્ય પ્રતિભાઓને સાથે લઈને આગળ વધવું સંપૂર્ણ રીતે શક્ય છે.

urvashi-palandurkar-neet-video-controversy

સોશિયલ મીડિયા પર ચર્ચા

ઉર્વશીનો જવાબ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. તેમના વીડિયોને કરોડો વખત જોવામાં આવ્યો હતો અને ઘણા લોકોએ તેમના આત્મવિશ્વાસ અને તર્કપૂર્ણ જવાબની પ્રશંસા કરી હતી.

urvashi-palandurkar-neet-video-controversy

વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા

આ સમગ્ર વિવાદમાં અનેક વિપક્ષી નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. શિવસેના (UBT)ની સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસ તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. કેટલાક વિપક્ષી નેતાઓએ ટિપ્પણી કરી હતી કે ભાજપની આ પોસ્ટ બાદ પક્ષને જ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો.


આ પણ વાંચો: ન પાસપોર્ટ છે, ન વિદેશ જવાના પૈસા, નીટ પરીક્ષાના સેન્ટરમાં NTA ની મોટી બેદરકારી પર ભડક્યો વિપક્ષ

આ પણ વાંચો:હું પરીક્ષા પાસ ન કરી શક્યો…, ગાઝિયાબાદમાં NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો

આ પણ વાંચો:  NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર