Health & Fitness News : માનવ શરીર અને જીવનમાં મન તથા મગજનું સ્વસ્થ હોવું અત્યંત જરૂરી છે. જો માનસિક (mentally ) સ્વાસ્થ્ય યોગ્ય ન હોય, તો વ્યક્તિ કોઈ પણ કામ યોગ્ય રીતે કરી શકતી નથી. પરંતુ માનસિક રીતે મજબૂત (Mentally Strong) હોવાનો અર્થ એવો નથી કે વ્યક્તિને ક્યારેય દુઃખ, તણાવ કે ભાવનાઓ અનુભવાતી નથી. તેનો સાચો અર્થ મુશ્કેલ પરિસ્થિતિ (Situation)ઓમાં યોગ્ય નિર્ણયો લેવા અને પોતાની ભાવનાઓને સમજીને આગળ વધવાનો છે. માનસિક રીતે સક્ષમ લોકો સમસ્યાઓથી ભાગવાને બદલે તેનાથી શીખવાનો પ્રયાસ કરે છે. જો તમે જાણવા માંગતા હોવ કે તમે માનસિક રીતે કેટલા મજબૂત છો, તો તમારા વર્તન (Behavior)માં દેખાતા આ લક્ષણો પર ધ્યાન આપો.
ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ મન શાંત રાખવું
જે લોકો મગજથી મજબૂત હોય છે, તેમનામાં દરેક મુશ્કેલીને સરળતા (Simplicity)થી ઉકેલવાની ક્ષમતા હોય છે.સામાન્ય રીતે લોકો નાની સમસ્યાઓ આવતા જ ઘભરાઈ જાય છે, જેનાથી તેમને ઉકેલ મળતો નથી.માનસિક રીતે મજબૂત વ્યક્તિ ગંભીર પરિસ્થિતિઓમાં પણ ગભરાયા વગર શાંતિથી વિચારીને સાચો નિર્ણય લે છે.
ટીકા અને આલોચનામાંથી પણ સકારાત્મક શીખ લેવી
અન્ય લોકો દ્વારા કરવામાં આવતી ટીકામાંથી શીખવાની વૃત્તિ ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે..મજબૂત મનોબળ ધરાવતા લોકો બીજાની આલોચનાથી નાસીપાસ થઈને હાર માનતા નથી.તેઓ દરેક ટીકાને એક તક તરીકે જુએ છે અને પોતાની ભૂલો સુધારીને આગળ વધવાનો નવો રસ્તો શોધે છે.
જીવનમાં આવતા ફેરફારોથી ડરવાને બદલે સ્વીકાર કરવો
જીવનમાં પરિવર્તન આવવું એ એક કુદરતી પ્રક્રિયા છે.મજબૂત વ્યક્તિઓ નવી પરિસ્થિતિઓ અને બદલાવ અનુસાર પોતાને સરળતાથી ઢાળી લે છે.તેઓ કોઈ પણ બદલાવને ડર તરીકે નહીં, પરંતુ કંઈક નવું શીખવાના ઉત્તમ અવસર તરીકે ગણે છે.
પોતાની ભાવનાઓને ઓળખીને યોગ્ય રીતે વ્યક્ત કરવી
માનસિક રીતે મજબૂત લોકો પોતાની સંવેદનાઓને દબાવતા નથી.તેમને સ્પષ્ટ ખબર હોય છે કે તેઓ ક્યારે ગુસ્સો, દુઃખ કે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.તેઓ પોતાની આ ભાવનાઓને છુપાવવાને બદલે ખૂબ જ સ્વસ્થ અને સકારાત્મક રીતે વ્યક્ત કરે છે.
આ પણ વાંચો :ચોમાસામાં પેટની સમસ્યાઓથી છો પરેશાન? ફણસના બીજનો આ દેશી ઉકાળો આપશે રાહત
આ પણ વાંચો :અધૂરી ઊંઘ બાદ પણ દિવસભર રહેશો ફ્રેશ: બ્રેન ફોગ અને આળસ દૂર કરવાની આસાન રીતો
આ પણ વાંચો :શ્રાવણ અને તહેવારોમાં મેળવો પર્ફેક્ટ લુક: જાણો મેકઅપ અને સ્ટાઇલિંગની સરળ ટિપ્સ
