Vastu Tips/ ઘરની નેમપ્લેટમાં છુપાયેલું છે પ્રગતિનું રહસ્ય! જોઇએ… વાસ્તુની દ્રષ્ટિએ કયું મટિરીયલ યોગ્ય રહેશે?

વાસ્તુ શાસ્ત્ર (Name Plate Vastu)માં નેમપ્લેટ કેવળ ઘરના દરવાજાની ઓળખ નથી દર્શાવતી પણ એનું મટીરિયલ અને દિશા ઘરમાં આવનારી ઊર્જા પર પણ પ્રભાવ પાડે છે…

Trending Religious Dharma & Bhakti
Name Plate Vastu...ઘરની ઊર્જાની દ્યોતક તમારા નામની તકતી!

Vastu Tips: મુખ્ય દ્વાર પર લાગેલી નામની તકતી (Name Plate) કેવળ ઘરના લોકોની ઓળખ જ નથી દર્શાવતી, પરંતુ વાસ્તુ (Name Plate Vastu)માં એને ઊર્જા સાથે સંલગ્ન કરીને જોવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra)માં નેમપ્લેટ અંગે મટીરીયલ અને દિશા સંબંધી નિયમો દર્શાવવામાં આવેલા છે. તો ચાલો જાણીએ કે, લાકડું, મેટલ અને પત્થરમાંથી કઈ નેમપ્લેટ શુભ હોય છે?

ઘરના મુખ્ય દરવાજે નેમપ્લેટ એ ઘરની ઓળખ હોય છે. કોઈ લાકડીની સુંદર મજાની નેમપ્લેટ પસંદ કરે છે તો કોઈની પસંદ મેટલ અથવા પત્થરની નેમપ્લેટ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં નેમપ્લેટ કેવળ ઘરના દરવાજાની ઓળખ નથી દર્શાવતી પણ એનું મટીરિયલ અને દિશા ઘરમાં આવનારી ઊર્જા (energy of home) પર પણ પ્રભાવ પાડે છે. આ સંજોગોમાં નેમપ્લેટ પસંદ કરતી વખતે કેટલાક વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે. તો ચાલો જાણીએ કે કયા મટીરિયલની નેમપ્લેટ શુભ માનવામાં આવે છે અને એને કઈ દિશામાં લગાવવી બહેતર રહેશે?

નામની તકતીમાં વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જરુરી (Name Plate Vastu)

નેમપ્લેટ પસંદ કરતી વખતે કેટલાક વાસ્તુ (Name Plate Vastu) નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે. તો ચાલો જાણીએ કે કયા મટીરિયલની નેમપ્લેટ શુભ માનવામાં આવે છે અને એને કઈ દિશામાં લગાવવી બહેતર રહેશે?

લાકડાની નેમપ્લેટ

લાકડાની નેમપ્લેટ (Wooden Name Plate)

વાસ્તુ શાસ્ત્ર (Name Plate Vastu)માં લાકડીને વિકાસ, સ્થિરતા અને સમૃદ્ધિ સાથે સંલગ્ન કરીને જોવામાં આવે છે. આથી જ લાકડી વડે બનેલી નેમપ્લેટ ઘર માટે શુભ માનવામાં આવે છે. આ માટે સાગ, સીસમ, મહોગની અને આંબાના મજબૂત લાકડાનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, પ્લયવુડ, એમડીએઇ અથવા પ્લાસ્ટિકથી બનેલી નેમપ્લેટ બનાવડાવવાનું ટાળવું જોઇએ જે ફક્ત દેખાવમાં જ લાકડી જેવી હોય છે ગુણમાં નહિં!

લાકડીની નેમપ્લેટને પૂર્વ અને દક્ષિણ દિશા (East and South Direction)માં લગાવવી શુભ માનવામાં આવે છે.

મેટલની નેમપ્લેટ

મેટલની નેમપ્લેટ (Metal Name Plate)

મેટલ અર્થાત્ ધાતુની નેમપ્લેટને વાસ્તુમાં ધન અને નવીન અવસરો સાથે જોડીને જોવામાં આવે છે. પીતળ, તાંબા, લોખંડ વગેરે ધાતુની આકર્ષક નેમપ્લેટ બનાવી શકાય છે. ખાસ કરીને પીતળની નેમપ્લેટ ઘર માટે શુભ માનવામાં આવે છે.

મેટલની નેમપ્લેટ માટે કુબેરની દિશા મનાતી ઉત્તર દિશા તથા પશ્ચિમ દિશા (North and West Direction)ને ઉત્તમ માનવામાં આવે છે. ધન-સમૃદ્ધિ માટે આ દિશામાં પીતળની નેમપ્લેટ લગાવવી શુભ ગણાય છે.

પત્થરની નેમપ્લેટ

પત્થરની નેમપ્લેટ (Stone Name Plate)

પત્થરનો સંબંધ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે. એ મજબૂતી અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. સંગેમરમર, ગ્રેનાઇટ અને અન્ય પ્રાકૃતિક પત્થરોથી બનેલી નેમપ્લેટ ઘરના મુખ્ય દ્વારે લગાવી શકાય છે. વાસ્તુ (Name Plate Vastu) માન્યતાનુસાર, આનાથી નકારાત્મક ઊર્જાથી રક્ષણ પણ થાય છે.

પત્થરની નેમપ્લેટ માટે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા ( South-West and North-West) શુભ માનવામાં આવે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાને સ્થિરતા સાથે જોડીને જોવામાં આવે છે એવી માન્યતા છે કે, અહિં નેમપ્લેટ લગાવવાથી ઘરના મોભીની પ્રતિષ્ઠા અને પ્રભાવ મજબૂત બને છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ઘરની પશ્ચિમ દિશા પર પ્રભાવ છે શનિદેવનો, વાસ્તુ શાસ્ત્ર કહે છે, ભૂલથીયે ના કરશો આ ભૂલો!!

આ પણ વાંચો: ઘરમાં પાણીના વપરાશની વસ્તુઓ કઇ દિશામાં લગાવશો? જાણીએ, વાસ્તુ શાસ્ત્રની ટિપ્સ….

આ પણ વાંચો: પ્રભુને ચડાવેલા ફૂલોને ઘરના મંદિરમાંથી ક્યારે દૂર કરવા? જાણીશું વાસ્તુ શાસ્ત્ર ની ટિપ્સ…