Air India Flight Emergency Landing ભોપાલથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ A-1886નું રવિવારે જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામીની જાણ થતાં પાયલટે સાવચેતીના ભાગરૂપે વિમાનને દિલ્હી લઈ જવાને બદલે જયપુર તરફ ડાયવર્ટ કર્યું હતું. વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તેમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો.
ભોપાલથી ઉડાન બાદ જયપુર તરફ વળ્યું વિમાન
ફ્લાઇટનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ(Air India Flight) પરથી સવારે 8:25 વાગ્યે ટેકઓફનું નિર્ધારિત શેડ્યૂલ હતું, જોકે વિમાને 8:47 વાગ્યે ઉડાન ભરી હતી. ફ્લાઇટને સવારે 9:55 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ રસ્તામાં ટેકનિકલ સમસ્યા સામે આવ્યા બાદ પાયલટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને વિમાનનો રૂટ જયપુર તરફ વાળી દીધો. પ્રાથમિક માહિતી પ્રમાણે વિમાનના એન્જિનમાં ખામી હોવાની વાત સામે આવી રહી છે. જોકે, એર ઇન્ડિયા અથવા જયપુર એરપોર્ટ પ્રશાસન તરફથી એન્જિન ફેલિયર અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ટેકનિકલ ટીમે શરૂ કરી તપાસ
જયપુર એરપોર્ટ(Air India Flight) પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇનની ટેકનિકલ ટીમે વિમાનની તપાસ શરૂ કરી છે. ખામીનું ચોક્કસ કારણ શું હતું અને વિમાનને જયપુર કેમ ડાયવર્ટ કરવું પડ્યું તેની સંપૂર્ણ માહિતી ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફ્લાઇટમાં કેટલા મુસાફરો સવાર હતા તેની સત્તાવાર વિગત પણ હાલ ઉપલબ્ધ નથી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અગાઉ અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસ પહેલાં લખનઉથી દમ્મામ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ(Air India Flight) 6E97ને બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનમાં 107 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ ઉપરાંત 31 ઓગસ્ટે દમ્મામથી દિલ્હી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને પણ બોમ્બની ધમકી બાદ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તપાસ બાદ તે ધમકી પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: પટના એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયાના વિમાન સાથે પક્ષી અથડાયું, 164 મુસાફરો સુરક્ષિત
આ પણ વાંચો:એર ઈન્ડિયાના 2 પાયલટના ડ્રગ ટેસ્ટ પોઝિટિવ, ફાઈનલ રિપોર્ટની રાહ; 300થી વધુ પાયલટની તપાસ
આ પણ વાંચો:એર ઈન્ડિયા ફ્લાઇટમાં અચાનક ઝટકો, 17 મુસાફરો ઘાયલ; ગાંજા પીને પાયલોટ વિમાન ઉડાડી રહ્યો હતો
