World News/ સાઉદીની મુશ્કેલી વધી! હૂથીઓના સમર્થનમાં હથિયારબંધ કબીલાનો કાફલો મરીબ તરફ

યમનના બની હશીશ કબીલાના હથિયારબંધ લડાયકો Houthiઓના સમર્થનમાં મરીબ તરફ આગળ વધી રહ્યા છે. આ ઓઇલ સમૃદ્ધ ક્ષેત્ર પર કબજાથી સાઉદી અરેબિયાની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે.

Top Stories international World
Houthi

Yemen Conflict Update: યમનમાં હૂથીઓ અને તેમના વિરોધી જૂથો વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ગંભીર વળાંક લઈ રહ્યો છે. યમનની રાજધાની સનાના પૂર્વ વિસ્તારમાંથી હથિયારોથી સજ્જ લડાયકોનો મોટો કાફલો મરીબ તરફ આગળ વધતો હોવાના અહેવાલો છે. આ કાફલામાં યુવાનોની સાથે કિશોરો અને બાળકો પણ જોવા મળ્યા હોવાનું કહેવાય છે. લડાયક પરંપરાગત યમની પોશાકમાં જોવા મળે છે, પરંતુ તેમના હાથમાં આધુનિક હથિયારો અને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ જેવા શસ્ત્રો પણ છે.

કોણ છે બની હશીશ કબીલો?

બની હશીશ યમનનો જૂનો અને પ્રભાવશાળી કબીલાઈ સમૂહ છે. તેનું મુખ્ય ક્ષેત્ર સનાના પૂર્વ ભાગમાં આવેલું હોવાથી વ્યૂહાત્મક રીતે તેનું મહત્વ ઘણું છે.2000ના દાયકામાં બની હશીશના કેટલાક જૂથો અને હૂથી આંદોલન વચ્ચે અથડામણો થઈ હતી. જોકે, 2014માં હૂથીઓએ સના પર નિયંત્રણ મેળવ્યા બાદ બંને વચ્ચેના સંબંધોમાં મોટો બદલાવ આવ્યો. ત્યારથી કબીલાના (Houthi) કેટલાક ભાગો હૂથી નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. હવે હથિયારબંધ લડાયકોનું હૂથીઓના સમર્થનમાં આગળ વધવું રાજધાનીની આસપાસ હૂથીઓની પકડનો સંકેત માનવામાં આવી રહ્યું છે.

Houthi

મરીબ પર કેમ છે Houthiઓની નજર?

મરીબ ઉત્તર-મધ્ય યમનમાં આવેલું મહત્વપૂર્ણ શહેર છે અને સનાથી આશરે 175 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. ભૌગોલિક સ્થિતિ ઉપરાંત આ વિસ્તાર પોતાના તેલ અને ગેસ સંસાધનોને કારણે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. મરીબ લાંબા સમયથી હૂથી વિરોધી યમની સરકાર અને સ્થાનિક કબીલાઓ માટે મહત્વનો ગઢ રહ્યો છે. હૂથીઓ(Houthi) માટે મરીબ પર નિયંત્રણ મેળવવાથી સનાની આસપાસનો પ્રભાવ વિસ્તારવાની સાથે દેશના મહત્વપૂર્ણ ઊર્જા સંસાધનો સુધી પહોંચ મજબૂત થઈ શકે છે.

સાઉદી અરેબિયા માટે કેમ વધી ચિંતા?

મરીબ હાલમાં સાઉદી સમર્થિત યમન ની સરકારી દળો માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તાર છે. જો હૂથીઓ (Houthi) અહીં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં સફળ થાય તો સાઉદી અરેબિયાની સરહદ નજીક તેમની વ્યૂહાત્મક પહોંચ વધી શકે છે. આ ઉપરાંત મરીબ પર નિયંત્રણ મળવાથી હૂથીઓને ઊર્જા સંસાધનો અને મહત્વપૂર્ણ માર્ગો પર વધુ અસર મળી શકે છે. સાઉદી અરેબિયા સામે મિસાઇલ અને ડ્રોન ક્ષમતાના ઉપયોગ માટે પણ તેમનું ઓપરેશનલ ક્ષેત્ર વિસ્તરી શકે છે. આ કારણે બની હશીશ કબીલાની આ હથિયારબંધ લામબંધીને માત્ર યમનના આંતરિક સંઘર્ષ તરીકે નહીં, પરંતુ સમગ્ર પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ

આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં

આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી