Surat News: શહેરના પાંડેસરા વિસ્તારમાં ગણેશોત્સવના સરઘસ (Surat Ganesh Procession) દરમિયાન DJનું વાહન ગલીમાંથી પસાર કરવા મુદ્દે વિવાદ બાદ બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પાંડેસરા પાણીની ટાંકી નજીક બનેલી આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ગણેશજીની રેલી (Surat Ganesh Procession) દરમિયાન ગલીમાંથી DJનું વાહન પસાર થઈ રહ્યું હતું. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ રેલી અહીંથી નહીં નીકળે તેમ કહી વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં મારામારી અને ચપ્પુથી હુમલા સુધી મામલો પહોંચ્યો હતો.
Surat Ganesh Procession: ‘અહીંથી રેલી નહીં નીકળે’ કહી વાંધો ઉઠાવ્યો
ઈજાગ્રસ્ત યુવકના મામા દીપકભાઈના જણાવ્યા પ્રમાણે, તેમનો ભાણેજ DJનું વાહન ચલાવી રહ્યો હતો. ગલીમાંથી વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેને રોકીને અહીંથી રેલી (Surat Ganesh Procession) નહીં કાઢવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન યુવકે ગણેશજીની રેલી હોવાનું કહી રેલી પસાર કરવા અંગે સવાલ કર્યો હતો. આ વાતને લઈને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ આશરે 4થી 5 અજાણ્યા શખ્સોએ ભેગા થઈને બંને યુવકો સાથે મારામારી શરૂ કરી હતી.
બે યુવકો પર ચપ્પુના ઘા
બોલાચાલી દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને હુમલાખોરોએ ધારદાર હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. DJ ઓપરેટિંગ સાથે સંકળાયેલા વિનીત અને કાર્તિક નામના બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વિનીતને પીઠ તથા માથાના ભાગે ઈજા થઈ હોવાનું પરિવાર તરફથી જણાવવામાં આવ્યું છે. જ્યારે કાર્તિકને છાતીના ભાગે ચપ્પુ વાગતાં તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બંને યુવકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરિવારજનોમાં આક્રોશ
ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકોના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, યુવકોનો અગાઉથી કોઈ વ્યક્તિ સાથે વિવાદ નહોતો અને કોઈ કારણ વગર તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ હુમલામાં સામેલ તમામ શખ્સોને ઝડપી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
CCTVના આધારે પોલીસ તપાસ
ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. CCTVના આધારે હુમલામાં કોણ-કોણ સામેલ હતું અને ઘટના કયા સંજોગોમાં બની તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલ હુમલાખોરો ફરાર હોવાનું અને તેમની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગણેશોત્સવની રેલી (Surat Ganesh Procession) દરમિયાન DJનું વાહન ગલીમાંથી પસાર કરવા જેવી બાબતે શરૂ થયેલો વિવાદ બે યુવકો પર હુમલા સુધી પહોંચ્યો છે. પોલીસની તપાસ બાદ ઘટનાની વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો:“હેલો ગણપતિ બાપા……. સાંભળો છો ને?”
આ પણ વાંચો:તરણેતરમાં આજથી લોકમેળાનો રંગ જામશે, 21મી ગ્રામીણ ઓલિમ્પિક બનશે ખાસ આકર્ષણ
