india news/ 80ના દાયકાના Retro Lookની ઘેલછા ક્યાંક ભારે ન પડે! AI ટ્રેન્ડમાં સાયબર ખતરાની ચેતવણી

AI એપમાં ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન… તમારા ચહેરાના ડેટાનો દુરુપયોગ, Deepfake અને Cyber Fraudનો ખતરો ઊભો થઈ શકે

NATIONAL India Trending Mantavya Vishesh
retro look

India News : સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાના રેટ્રો લૂક (Retro Look)નો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. AI ટૂલ્સની મદદથી લોકો પોતાના સામાન્ય ફોટોને 1980ના દાયકાના કપડાં, હેરસ્ટાઇલ અને જૂના ફોટોગ્રાફ જેવા લૂકમાં બદલી રહ્યા છે. આ ટ્રેન્ડ ભલે લોકોને આકર્ષક અને મનોરંજક લાગી રહ્યો હોય, પરંતુ સાયબર નિષ્ણાતો તેના જોખમને લઈને ચેતવણી આપી રહ્યા છે.

 Retro Look  માટે અસલી ફોટો અપલોડ કરતાં પહેલાં સાવધાન

AI એપ કે કોઈ અજાણી થર્ડ-પાર્ટી સર્વિસમાં ફોટો અપલોડ કરવો પ્રાઈવસી માટે જોખમી બની શકે છે. ખાસ કરીને ક્લોઝ-અપ અથવા હાઈ-ક્વોલિટી ફોટામાં વ્યક્તિના ચહેરા સાથે જોડાયેલી બાયોમેટ્રિક માહિતી હોય છે. આવી માહિતી ક્યાં સ્ટોર થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે દરેક એપમાં અલગ હોઈ શકે છે.

જો આ ડેટાનો દુરુપયોગ થાય તો ભવિષ્યમાં ફેક પ્રોફાઇલ, ઓળખનો દુરુપયોગ અથવા અન્ય સાયબર ફ્રોડ (Cyber ​​Fraud) જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ડીપફેકથી લઈને નાણાકીય છેતરપિંડી સુધીનો ખતરો

સાયબર નિષ્ણાતોના મતે, હાઈ-ક્વોલિટી ફોટાનો ઉપયોગ ડીપફેક વીડિયો (Deepfake video), મોર્ફ્ડ ઈમેજ અથવા અન્ય નકલી કન્ટેન્ટ બનાવવા માટે થઈ શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવા ફોટા વાયરલ થયા બાદ વ્યક્તિની ઓળખનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે.

બીજી તરફ, આવા ટ્રેન્ડની આડમાં સાયબર ઠગો નકલી લિંક્સ અને APK ફાઇલો (APK files)પણ મોકલી શકે છે. આવી શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી મોબાઈલમાં માલવેર ઇન્સ્ટોલ થવા, વ્યક્તિગત માહિતી ચોરાવા અથવા નાણાકીય છેતરપિંડીનું જોખમ વધી શકે છે.

AI ટ્રેન્ડ ફોલો કરો, પરંતુ સાવચેતી સાથે

નિષ્ણાતો લોકોને સલાહ આપે છે કે રેટ્રો ફોટો બનાવવા માટે અજાણી કે શંકાસ્પદ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો. માત્ર વિશ્વસનીય અને સત્તાવાર પ્લેટફોર્મનો ઉપયોગ કરવો.

ફોટો અપલોડ કરતા પહેલાં એપની Privacy Policy જરૂર વાંચવી. ફોટો ક્યાં સ્ટોર થાય છે, કેટલા સમય સુધી રાખવામાં આવે છે અને કંપની તેનો ઉપયોગ કયા હેતુ માટે કરી શકે છે—તે અંગેની માહિતી તપાસવી જરૂરી છે. સોશિયલ મીડિયા (Social Media) પર થોડા લાઇક્સ અને કોમેન્ટ્સ માટે પોતાની પ્રાઈવસી સાથે સમાધાન ન કરવું.

સાવચેતી જ સૌથી મોટું સુરક્ષા કવચ

AIનો ટ્રેન્ડ આવતો-જતો રહેશે અને ટેક્નોલોજી પણ સતત વધુ શક્તિશાળી બનતી જશે. પરંતુ તમારો ચહેરો અને તમારી ડિજિટલ ઓળખ અત્યંત મહત્વપૂર્ણ છે. એટલે આગામી વખતે 80ના દાયકાનો રેટ્રો લૂક બનાવવાની ઈચ્છા થાય ત્યારે… ફોટો અપલોડ કરતાં પહેલાં એકવાર જરૂર વિચારજો. કારણ કે એક ક્લિકનો આ ક્રેઝ ક્યાંક સાયબર ક્રાઈમનો દરવાજો ન ખોલી દે!


આ પણ વાંચો: એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો

આ પણ વાંચો: ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડિજિટલ એરેસ્ટ, 25 વર્ષના આરોપીની ધરપકડ

આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા