World News/ લદ્દાખના સૂકાઈ રહેલા ત્સો કાર (Tso Kar) તળાવને બચાવવા અનોખો પ્રોજેક્ટ: ગ્લેશિયરના પાણીનો થશે ઉપયોગ

લદ્દાખ (Ladakh)ના સુકાઈ રહેલા ત્સો કાર (Tso Kar) તળાવને બચાવવા માટે 18000 ફૂટની ઊંચાઈએ આવેલા ગ્લેશિયરનું દરરોજ 320 મિલિયન લિટર પાણી ડાયવર્ટ કરવાનો માસ્ટરપ્લાન શરૂ કરાયો છે.

India
Ladakh LG Saxena major ecological initiative

World News : લદ્દાખ (Ladakh)ના સુપ્રસિદ્ધ અને રામસર સાઈટ (Ramsar Site) તરીકે જાણીતા ત્સો કાર (Tso Kar) તળાવને સંકોચાતું અટકાવવા માટે લદ્દાખ પ્રશાસન અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) વી. કે. સક્સેના દ્વારા એક મોટો ઈકોલોજીકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકામાં 11000 એકરમાં ફેલાયેલું આ તળાવ 70% જેટલું સુકાઈને માત્ર 3200 એકર જેટલું રહી ગયું છે.

Ladakh  : પ્રોજેક્ટની મુખ્ય વિગતો અને યોજના

18000 ફૂટની ઊંચાઈ પર આવેલા રૂપશો ખારનાક ગ્લેશિયર પ્રવાહમાંથી દરરોજ અંદાજે 320 મિલિયન લિટર જેટલું પાણી ત્સો કાર તળાવ તરફ વાળવામાં આવશે.અત્યાર સુધી આ ગ્લેશિયરનું વધારાનું પાણી સિંધુ નદીમાં વહીને વેડફાઈ જતું હતું.ગ્લેશિયરના પાણી સાથે આવતો કચરો કે કાંપ તળાવમાં ન જાય તે માટે પાણીને 3 કુદરતી ખાડાઓ માંથી પસાર કરવામાં આવશે. આનાથી કાંપ નીચે બેસી જશે અને તળાવ સુધી માત્ર શુદ્ધ પાણી પહોંચશે.

પર્યાવરણ અને સ્થાનિક લોકો માટે ફાયદા

કાળી ડોકવાળા સારસ (Black-necked Crane) અને અન્ય સ્થળાંતર કરતા પક્ષીઓ માટે આ તળાવ પૂર્વવત સમૃદ્ધ બનશે.તળાવ સુકાઈ જવાથી આસપાસની ચરિયાણ જમીન નષ્ટ થઈ હતી. હવે જળસ્તર વધતાં ચરિયાણ જમીન પુનર્જીવિત થશે, જેથી પશ્મીના બકરી પાળતા સ્થાનિક લોકોને મોટો આર્થિક લાભ થશે.કોંક્રીટના કેનાલ બનાવવાને બદલે કુદરતી માટીના માર્ગો અને Gravity Flow નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી પર્યાવરણને નુકસાન ન થાય.


આ પણ વાંચો :બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, 23થી વધુ જવાનોના મોતની આશંકા

આ પણ વાંચો :ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ

આ પણ વાંચો :અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી