બાંગ્લાદેશ (Bangladesh)ના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ-2 (ICT-2) એ પ્રતિબંધિત અવામી લીગના 7 વરિષ્ઠ નેતાઓને ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2024 ના જુલાઈ-ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થી આંદોલન વખતે હિંસા (Violence)ભડકાવવા, દમન કરવા અને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં સંડોવણી બદલ આ મોટી સજા ફટકારવામાં આવી છે.
Bangladesh : આ નેતાઓને સંભળાવાઈ ફાંસીની સજા
ઓબૈદુલ કાદર: પૂર્વ મંત્રી અને અવામી લીગના મહાસચિવ.
એએફએમ બહાઉદ્દીન નસીમ: અવામી લીગના સંયુક્ત મહાસચિવ.
મોહમ્મદ અલી અરાફાત: પૂર્વ માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી.
અન્ય પદાધિકારીઓ: યુબો લીગના અધ્યક્ષ શેખ ફઝલે શમ્સ પારશ, મહાસચિવ મૈનુલ હુસૈન ખાન નિખિલ, વિદ્યાર્થી લીગના અધ્યક્ષ સદ્દામ હુસૈન અને મહાસચિવ શેખ વલી આસિફ એનાન.
હિંસા, તપાસ અને ભૂતકાળના ચુકાદાઓ
જુલાઈ-ઓગસ્ટ 2024 ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ આશરે 1400 લોકોના મોત થયા હતા. 5 ઓગસ્ટ 2024 ના રોજ શેખ હસીના (Sheikh Hasina)ની સરકાર પડી ગઈ હતી.નવેમ્બર 2025 માં આ જ ટ્રિબ્યુનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને પણ ફાંસીની સજા સંભળાવી હતી.ભારતમાં રહેલા શેખ હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી દર્શાવતા કહ્યું છે કે તેઓ જેલ કે ફાંસીની સજાથી ડરતા નથી.
આ પણ વાંચો :હવે યુદ્ધ જમીન પર નહીં, અંતરિક્ષમાં? અમેરિકાના ખુલાસાથી ખળભળાટ
આ પણ વાંચો :ચીન અને અમેરિકા વચ્ચે જાસૂસી પર ટ્રમ્પનું વલણ
આ પણ વાંચો :AIની રફતાર ઘટાડવાના પક્ષમાં નથી ટ્રમ્પ, કહ્યું- ચીન સામેની ટેક રેસમાં અમેરિકા પાછળ નહીં રહે
