Dharm & Bhakti: દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતાન સપ્તમીનું વ્રત (Santan Saptmi Vrat) આજે અર્થાત્ 18 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાન (Child)ની દીર્ઘાયુ અને ખુશહાલ જીવનની કામના સાથે આ વ્રત-ઉપવાસ કરે છે.
ભાદરવા સુદ સાતમના દિવસે કરવામાં આવતું આ વ્રત એ લોકો પણ રાખે છે કે જેમને સંતાન સુખની કામના હોય! અહિં જણાવીએ કે આ વ્રતમાં વિશેષ કરીને શિવ પરિવાર (Shiv Parivar)ની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાઓ પોતાના કાંડે સંતાનની રક્ષા અર્થે એક વિશેષ પ્રકારનો દોરો પહેરે છે જેમાં 7 ગાંઠ લાગેલી હોય! આ વ્રત સતત 7 વર્ષ સુધી અવિરત (7 Years Vrat) કરવાનું હોય છે.
આ વ્રતમાં ભગવાનને સાત જાતના પ્રસાદ (Prasad) પણ ધરાવવામાં આવે છે. અને આટલું જ નહિં પરંતુ સાત પુડલા ખાઇને જ આ ઉપવાસના પારણા કરવામાં આવે છે. આ વ્રતમાં 7 અંક (7 Number)નું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે એક કથા (Santan Saptmi Vrat Katha) નું પઠન અને શ્રવણ કરવાનો મહિમા છે. તો ચાલો જાણીએ…સંતાન સપ્તમીની વ્રત કથા વિશે…

સંતાન સપ્તમીની વ્રત કથા (Santan Saptmi Vrat Katha)
આ પૌરાણિક કથા અનુસાર, પ્રાચીન સમયમાં અયોધ્યા નગરમાં રાજા નહુષ (King Nahush, Ayodhya) રાજ્ય કરતા હતા અને એમની પત્નીનું નામ રાણી ચંદ્રમુખી હતુ. આ જ નગરમાં વિષ્ણુદત્ત નામના બ્રાહ્મણ પણ પોતાની પત્ની સાથે નિવાસ કરતો હતો. રાણી અને રુપવતી (Chandramulhi & Rupvati)ની મિત્રતા હતી.

એક દિવસ બંને સરયૂ નદી (Saryu River)માં સ્નાન કરવા ગઈ જ્યાં એમણે કેટલીક મહિલાઓને શિવ-પાર્વતીનું પૂજન કરતા જોઇ…જ્યારે એ મહિલાઓને પૂજા કરવાનું કારણ પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે તેઓ સંતાનની લાંબી ઉંમર અને કલ્યાણ માટે સંતાન સપ્તમીનું વ્રત કરી રહી છે. આ સાંભળીને રાણી ચંદ્રમુખી અને રુપવતી આ વ્રત (Santan Saptmi Vrat)થી ઘણી પ્રભાવિત થઈ અને તેઓએ પણ સંકલ્પ કર્યો કે આપણે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા (Shiv-Parvati Puja) કરીશું.

રુપવતીએ અવિરત વ્રત કર્યું પણ ચંદ્રમુખીએ નહિં
રુપવતીએ તો પોતાના સંકલ્પને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક નિભાવ્યો અને એ તો પ્રતિવર્ષ સંતાન સપ્તમીનું વ્રત રાખવા લાગી. પરંતુ રાણી ચંદ્રમુખી રાજમહેલના કામકાજમાં એટલી તો વ્યસ્ત થઈ ગઈ કે ધીમે-ધીમે એ પોતાનો સંકલ્પ ભૂલી ગઈ અને એણે સંતાન સપ્તમીનું વ્રત કરવાનું બંધ કરી દીધું.
રુપવતીએ નિયમપૂર્વક વ્રત (Santan Saptmi Vrat) કર્યુ હોવાથી એ આગલા જન્મમાં ઈશ્વરી નામની બ્રાહ્મણ મહિલાના રુપમાં જન્મ મળ્યો અને સાથોસાથ એને કેટલાક સ્વસ્થ અને બળવાન પુત્રોનું સુખ પ્રાપ્ત થયું. તો બીજી તરફ રાણી ચંદ્રમુખીએ સંતાન સપ્તમીનો સંકલ્પ અધૂરો રાખ્યો આથી એનો આગળનો જન્મ વાંદરીના રુપમાં થયે આને ત્યાર બાદ એને માનવ જીવન મળ્યું જેમાં એ રાણી વિમળા બની…પરંતુ હજુ પણ એને સંતાન સુખ પ્રાપ્ત થયું નહિં!

રાણી વિમળાને ઈર્ષા થઇ
સંયોગવશ આ જન્મમાં પણ ઈશ્વરી અને રાણી વિમળા (Ishwari & Rani Vimla) એક જ નગરમાં નિવાસ કરતા હતા અને ઈશ્વરી રાજમહેલમાં આવ-જા પણ કરતી હતી. રાણી વિમળાએ જ્યારે ઈશ્વરીના દીકરાઓને સ્વસ્થ રીતે ઉછરતા જોયા તો એને ઈર્ષા આવવા લાગી અને એણે અનેક વાર એના પુત્રોને નુકસાન પહોંચાડવાની કોશિશો પણ કરી, પરંતુ દરેક સમયે એના પ્રયત્નો નિષ્ફળ રહ્યાં! આખરે હારી-થાકીને એણે ઈશ્વરીને પૂછ્યું કે એના પુત્રો સુરક્ષિત શી રીતે રહે છે? ત્યારે ઈશ્વરીએ રાણીને એના પાછલા જન્મની યાદ અપાવી અને એને કહ્યું કે એણે પાછલા જન્મમાં એનો સંકલ્પ પૂર્ણ કર્યો ન હતો આથી ઈશ્વરે એને સંતાનસુખથી વંચિત રાખી છે!

અંતે સંતાનસુખની પ્રાપ્તિ
ત્યાર બાદ, રાણી વિમળાએ પૂર્ણ વિધિ-વિધાન પૂર્વક સંતાન સપ્તમીનું વ્રત (Santan Saptmi Vrat) કર્યુ અને શિવ તથા પાર્વતી પાસે પોતાની ભૂલની ક્ષમા માગી. આખરે વ્રતના પ્રભાવથી રાણી વિમળાને પણ સંતાન સુખની પ્રાપ્તિ થઈ!
સંતાન સપ્તમીના દિવસે વ્રત કરતી મહિલાઓ માટે આ કથા (Santan Saptmi Vrat Katha)નું પઠન અને શ્રવણ કરવાનો અનેરો મહિમા છે અને એથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?
આ પણ વાંચો:
આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!
