india news/ દલિતોએ ધર્મ બદલ્યો તો આરક્ષણ જશે? બાલાકૃષ્ણન આયોગની ભલામણથી કેમ મચી ચર્ચા?

Dalit reservation after conversion: દલિત સમુદાયના ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ અનુસૂચિત જાતિના આરક્ષણ અંગે ફરી ચર્ચા તેજ બની છે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલાકૃષ્ણન સમિતિની ભલામણો શું છે અને સરકાર હવે શું નિર્ણય લઈ શકે? જાણો સમગ્ર મામલો.

India Mantavya Vishesh
Dalit reservation after conversion: પૂર્વ CJIની ભલામણ બાદ શું છે સરકાર સામે મોટો સવાલ?

India News: એક ધર્મ બદલ્યો… અને શું આરક્ષણ પણ હાથમાંથી જતું રહેશે?જો કોઈ દલિત વ્યક્તિ હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ કે ખ્રિસ્તી બને, તો શું તેને અનુસૂચિત જાતિ એટલે કે એસસીના આરક્ષણનો (Dalit reservation after conversion) લાભ મળવો જોઈએ?આ સવાલ આજે ફરી ચર્ચામાં છે… કારણ કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલાકૃષ્ણનની અધ્યક્ષતાવાળા આયોગની ભલામણ હવે મહત્વની બની શકે છે.અને સૌથી મોટી વાત…અહેવાલો મુજબ આયોગ હાલની વ્યવસ્થા યથાવત રાખવાની ભલામણ કરી શકે છે.એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ (Dalit Christianity reservation) અપનાવનારા દલિતોને એસસીની યાદીમાં સામેલ ન કરવામાં આવે.પરંતુ ધ્યાન રાખજો…આ હજુ અંતિમ નિર્ણય નથી.તો આખો વિવાદ શું છે?

Dalit reservation after conversion: દલિતોએ ધર્મ બદલ્યો તો આરક્ષણ જશે?

સૌથી પહેલાં મૂળ વાત સમજી લો.ભારતમાં અનુસૂચિત જાતિનો ( SC reservation) દરજ્જો માત્ર જાતિની ઓળખ સાથે જ નહીં, પરંતુ હાલની કાયદાકીય વ્યવસ્થામાં ધર્મ સાથે પણ જોડાયેલો છે.1950ના રાષ્ટ્રપતિના અનુસૂચિત જાતિ આદેશમાં શરૂઆતમાં હિંદુ ધર્મના લોકોને એસસી દરજ્જો આપવામાં આવ્યો હતો.પછી શીખ અને ત્યારબાદ બૌદ્ધ ધર્મના લોકોને પણ આ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા.પરંતુ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આ યાદીમાં નથી.એટલે હાલ કોઈ વ્યક્તિ દલિત પૃષ્ઠભૂમિમાંથી આવી હોય અને ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ અપનાવે, તો તેને એસસી દરજ્જા સાથે જોડાયેલા લાભો અંગે કાયદાકીય મુશ્કેલી ઊભી થાય છે.આ કોઈ નવી જોગવાઈ નથી.આ 1950થી ચાલતી કાયદાકીય વ્યવસ્થાનો ભાગ છે.

અહીંથી આખો મુદ્દો વધુ રસપ્રદ બને છે.કેન્દ્ર સરકારે 2022માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં આયોગ બનાવ્યો હતો.આયોગને તપાસવાનું છે કે એવા લોકો, જેઓ ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે પરંતુ એવા ધર્મમાં પરિવર્તિત થયા છે જેને હાલ એસસીની યાદીમાં સ્થાન નથી, તેમને એસસીનો દરજ્જો આપી શકાય કે નહીં.હવે 16 સપ્ટેમ્બર 2026ના અહેવાલ મુજબ આયોગ હાલની વ્યવસ્થા યથાવત રાખવાની ભલામણ કરી શકે છે.અર્થાત્…હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી હાલની એસસી પાત્રતાની વ્યવસ્થામાં ફેરફાર ન થાય અને મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્માંતરિત દલિતોને એસસી યાદીમાં સામેલ ન કરવામાં આવે.પરંતુ ફરી એકવાર…ભલામણ એટલે નિર્ણય નહીં.આયોગ પોતાનો અહેવાલ આપશે. ત્યારબાદ સરકારની કાર્યવાહી અને જરૂરી કાનૂની પ્રક્રિયા મહત્વની બનશે.

હવે સવાલ એ છે કે…ધર્મ બદલવાથી શું જાતિ આધારિત ભેદભાવ પણ ખતમ થઈ જાય છે?આ જ આખા વિવાદની મૂળ ચાવી છે.એક તરફ એવી દલીલ છે કે દલિત તરીકે જન્મેલી વ્યક્તિ ધર્મ બદલે એટલે તેની સામાજિક પૃષ્ઠભૂમિ અને અગાઉનો ભેદભાવ તરત જ ખતમ થઈ જતો નથી.એટલે ધર્મને આધારે એસસી દરજ્જો નક્કી કરવો યોગ્ય છે કે નહીં ..એવો સવાલ ઉઠે છે.બીજી તરફ, વર્તમાન વ્યવસ્થાનું ઐતિહાસિક અને કાયદાકીય માળખું એસસી દરજ્જાને ચોક્કસ સામાજિક પરિસ્થિતિ સાથે જોડે છે.આથી સવાલ માત્ર આરક્ષણનો નથી.સવાલ એ પણ છે કે…એસસીની ઓળખનું મૂળ શું છે …જાતિ કે ધર્મ સાથે જોડાયેલી હાલની કાયદાકીય સ્થિતિ?અને આ જ સવાલનો જવાબ બાલાકૃષ્ણન આયોગની ભલામણમાં મહત્વનો બની શકે છે.

આ મુદ્દો નવો નથી.છેલ્લાં દાયકાઓમાં અનેક સમિતિઓ અને આયોગોએ આ પ્રશ્ન પર અલગ-અલગ અભિપ્રાય આપ્યા છે.સચ્ચર સમિતિએ ધર્માંતરિત લોકોને એસસી દરજ્જો આપવાની ભલામણ કરી નહોતી.બીજી તરફ રંગનાથ મિશ્ર આયોગે એસસીની યાદીને ધર્મથી મુક્ત એટલે કે ધર્મનિરપેક્ષ બનાવવાની ભલામણ કરી હતી.કાકા કાલેલકર આયોગ અંગેના અહેવાલોમાં પણ ધર્માંતરિત દલિતોને એસસી દરજ્જો ન આપવાનો અભિગમ જોવા મળે છે.એટલે એક વાત સ્પષ્ટ છે…આ મુદ્દે ભૂતકાળથી જ એકમત રહ્યો નથી.અને હવે બાલાકૃષ્ણન આયોગ આ અગાઉના અહેવાલો, કાનૂની સ્થિતિ અને અન્ય સામગ્રીને ધ્યાનમાં રાખીને પોતાનો અભિપ્રાય આપી રહ્યો છે.

અહીંથી ચર્ચા સીધી આરક્ષણની હદ સુધી પહોંચે છે.જો ભવિષ્યમાં મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્માંતરિત દલિતોને પણ એસસીમાં સામેલ કરવામાં આવે, તો એસસીની યાદીમાં લાભાર્થીઓની સંખ્યા વધશે.હાલના કેટલાક દલિત સંગઠનો અને વર્ગો આનો વિરોધ કરે છે.તેમની દલીલ છે કે નવા લાભાર્થીઓ ઉમેરાશે તો મર્યાદિત આરક્ષણમાં હિસ્સો વહેંચાશે.બીજી તરફ ધર્માંતરિત દલિતોના પક્ષમાં રહેલા લોકોનો સવાલ છે કે…જો સામાજિક ભેદભાવનો મૂળ આધાર જાતિ છે, તો માત્ર ધર્મ બદલવાથી વ્યક્તિને મળતી સુરક્ષા અને તકો કેમ બદલાય? આથી આખી ચર્ચા બે સવાલની વચ્ચે ઊભી છે…ધર્મ બદલવાથી સામાજિક વંચિતતા બદલાય છે કે નહીં?અને…આરક્ષણનો આધાર વ્યક્તિનો ધર્મ હોવો જોઈએ કે તેની સામાજિક પૃષ્ઠભૂમિ?

તો હવે નજર રહેશે બાલાકૃષ્ણન આયોગની અંતિમ ભલામણ પર.કારણ કે અહીં માત્ર એક આરક્ષણની વાત નથી.અહીં વાત છે…ધર્મ બદલ્યા પછી દલિત ઓળખનું શું?સામાજિક ભેદભાવનું માપદંડ શું?અને બંધારણ હેઠળ મળતા આરક્ષણની સીમા ક્યાં સુધી?હાલના અહેવાલો કહે છે કે યથાસ્થિતિ જાળવવાની ભલામણ થઈ શકે છે.પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે..એટલે હાલ એક વાત ચોક્કસ છે….આરક્ષણ છીનવાઈ ગયું નથી..પરંતુ ધર્માંતરિત દલિતોના આરક્ષણનો ભવિષ્ય ફરી એકવાર દેશની મોટી બંધારણીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે.


આ પણ વાંચો: નાસિકમાં અનોખા વિરોધનો વીડિયો વાયરલ, અધિકારીની ઓફિસમાં કૂતરાં લવાતા વિવાદ

આ પણ વાંચો: શરૂઆતની તપાસ બગડે તો કોર્ટ પણ લાચાર; દિશા સાલિયાન કેસમાં CJI સૂર્યકાંતનું નિવેદન

આ પણ વાંચો: LIVE: PM મોદીના 76મા જન્મદિને ભાજપના દેશવ્યાપી કાર્યક્રમો, વડનગરથી વારાણસી સુધી બાઇક યાત્રા