Ahmedabad News/ અમદાવાદમાં ધાર્મિક કાર્યના નામે ₹21.79 લાખની ઠગાઈ, આરોપી ઝડપાયો

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક કાર્ય (Religious Fraud)ના નામે લોકો પાસેથી નાણાં મેળવી કથિત રીતે પોતાના આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે

Gujarat Ahmedabad
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક કાર્ય (Religious Fraud)ના નામે લોકો પાસેથી નાણાં મેળવી કથિત રીતે પોતાના આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad News : અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક કાર્ય (Religious Fraud)ના નામે લોકો પાસેથી નાણાં મેળવી કથિત રીતે પોતાના આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવાની ઓળખ આપી ફરિયાદી પાસેથી કુલ ₹21.79 લાખ મેળવ્યા હતા.

Religious Fraud : ધાર્મિક કાર્યના નામે રૂપિયા મેળવ્યાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મયુરભાઈ શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી તેજસ સુભાષભાઈ શાહે ફોન કરીને પોતે પાલડી ખાતે આવેલા નર રત્ન મહારાજ સાહેબના ઉપાશ્રયમાં ધાર્મિક બાબતોના વહીવટ સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ ધાર્મિક કાર્યક્રમમાં દાન અને અન્ય ધાર્મિક કામગીરી (Religious Donation)માટે નાણાંની જરૂર હોવાનું કહી ફરિયાદી પાસેથી રૂપિયા મેળવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

અલગ-અલગ માધ્યમથી ₹21.79 લાખ ટ્રાન્સફર

ફરિયાદ મુજબ, આરોપીને અલગ-અલગ બેંક ટ્રાન્સફર તેમજ આંગડિયા પેઢી મારફતે કુલ ₹21,79,000 આપવામાં આવ્યા હતા. આ રકમ ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવાની વાત કરવામાં આવી હતી.

જોકે, ફરિયાદીનો આક્ષેપ છે કે રકમ ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવી નહોતી અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી

ફરિયાદ મળ્યા બાદ આનંદનગર પોલીસે તપાસ (Anandnagar Police)હાથ ધરી આરોપી તેજસ સુભાષભાઈ શાહ (Tejas Shah), રહે. મહુડી સ્ટાફ ક્વાર્ટર્સ, મહુડી ગામ, ગાંધીનગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશન (Anandnagar Police)માં ગુનો નંબર 11191001260197/2026 નોંધવામાં આવ્યો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 318(4) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની તપાસ હજુ ચાલુ

પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. નાણાં કયા હેતુથી લેવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો અને આ સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને આનંદનગર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પરમારની દેખરેખ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


આ પણ વાંચો : એસલે ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રની મુશ્કેલીઓ વધી; રૂ. 1,322 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

આ પણ વાંચો : વડોદરામાં દુકાનના નામે રૂ.10 લાખની છેતરપિંડી

આ પણ વાંચો : દર્શન શાહ છેતરપિંડી કેસ : પોલીસની નોટિસ બાદ ધરપકડની તૈયારી?