Mahesana News/ GRICLની લાપરવાહી કે ઉઘાડી લૂંટ? સુરક્ષાના અભાવે છત્રાલ નજીક પિકઅપ ડાલું ટ્રકમાં ઘૂસ્યું!

અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે પિકઅપ ડાલું ટ્રકમાં ઘૂસ્યું. GRICL કંપની દ્વારા સેફ્ટીની કામગીરી ન થતી હોવાના આક્ષેપ.

Gujarat Others Trending
GRICL

Ahmedabad Mehsana Highway Accident: અમદાવાદ-મહેસાણા હાઈવે ફરી એકવાર રક્તરંજિત થયો છે. છત્રાલ નિરમા કંપની પાસે વહેલી સવારે એક પિકઅપ ડાલું અંધારામાં ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાએ હાઈવેનું સંચાલન કરતી GRICL કંપનીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

વહેલી સવારે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, છત્રાલ નિરમા કંપની પાસે વહેલી સવારે અંધારામાં હાઈવે પર ઉભેલી એક ટ્રક પાછળ પિકઅપ ડાલું અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ડાલાના ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 ને જાણ કરતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે કલોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

GRICL

GRICL કંપની સામે જનતાનો રોષ

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અનેક જગ્યાએ ‘બ્લેક સ્પોટ’ હોવા છતાં GRICL કંપની દ્વારા સેફ્ટી માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વાહનચાલકોનો આક્ષેપ છે કે હાઈવે પર રાત્રિના સમયે પૂરતી લાઈટોનો અભાવ છે. બંધ પડેલા વાહનોને હટાવવા માટે કોઈ પેટ્રોલિંગ ટીમ સક્રિય નથી.કંપનીને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ છે, મુસાફરોની સુરક્ષામાં નહીં.

બ્લેક સ્પોટ બન્યા જોખમી

લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હાઈવે પર વારંવાર અકસ્માતો થવા છતાં કંપની સફાળી જાગતી નથી. જો હાઈવે પર યોગ્ય માર્કિંગ, રિફ્લેક્ટર અને લાઈટિંગની સુવિધા હોય તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે. શું તંત્ર આ અકસ્માત બાદ જાગશે કે પછી હજુ વધુ નિર્દોષ લોકોના ભોગ લેવાશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં હચમચાવતો અકસ્માત: CG રોડ પર યુવકને બાઈકએ ઉડાવ્યો

આ પણ વાંચો:અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો

આ પણ વાંચો: વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: ફોર્ચ્યુનર–ST બસની ટક્કરમાં યુવકનું મોત