World News/ UN રિપોર્ટમાં ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર હુમલાનો ઉલ્લેખ, 120 થી વધુના મોતની આશંકા

UNની તપાસમાં ઈરાનની ગર્લ્સ સ્કૂલ સહિત બે સ્થળે અમેરિકન હુમલાને લઈને યુદ્ધ અપરાધના સવાલો ઉઠ્યા છે. જોકે, ટ્રમ્પની વ્યક્તિગત જવાબદારી અંગે હજુ કોઈ નિષ્કર્ષ નથી.

international World Breaking News
girls schools

World News : ઈરાન પર ફેબ્રુઆરી 2026માં થયેલા અમેરિકન સૈન્ય હુમલાઓને લઈને સંયુક્ત રાષ્ટ્રની સ્વતંત્ર તપાસમાં ગંભીર તારણો સામે આવ્યા છે. ઈરાને એ કહ્યું છે કે તેને એવી “વાજબી આધારભૂત કારણો” મળ્યાં છે કે અમેરિકા ઈરાનમાં એક સ્કૂલ(Girls School) અને એક સ્પોર્ટ્સ સેન્ટર પર થયેલા બે હુમલાઓ પાછળ હતું અને આ હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધ બની શકે છે.

મિનાબની Girls School પર હુમલો

તપાસનો એક મુખ્ય મુદ્દો ઈરાનના મિનાબ શહેરમાં આવેલી Shajareh Tayyebeh Primary School પર 28 ફેબ્રુઆરીએ થયેલો હુમલો છે. UN તપાસ ટીમના જણાવ્યા અનુસાર સ્કૂલ એક સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેવી નાગરિક ઇમારત હતી અને તેનો સૈન્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાના પુરાવા મળ્યા નથી.

ઈરાની અધિકારીઓ અને સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં 150થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં આશરે 120 સ્કૂલના બાળકો હતા. અલગ-અલગ અહેવાલોમાં મૃત્યુઆંક અંગે થોડો તફાવત જોવા મળે છે.

UN મિશનનું કહેવું છે કે અમેરિકન દળો પાસે સ્કૂલના વિસ્તારમાં ઈરાની (Iran) સૈન્ય સાથે જોડાયેલી વ્યક્તિ હોવાની માહિતી હતી, પરંતુ હુમલા પહેલાં લક્ષ્ય સૈન્ય હેતુ માટે માન્ય હતું કે નહીં તેની પૂરતી પુષ્ટિ કરવામાં આવી નહોતી. તપાસ ટીમે આ કારણે હુમલાને નાગરિકોને નુકસાન પહોંચાડનાર indiscriminate attack તરીકે ગણાવ્યો છે.

લામેર્ડના સ્પોર્ટ્સ સેન્ટર પર પણ સવાલ

UN તપાસમાં ઈરાનના લામેર્ડ શહેરના સ્પોર્ટ્સ સેન્ટર પર થયેલા હુમલાની પણ તપાસ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ હુમલાથી નજીકની રહેણાંક ઇમારતો અને એક સ્કૂલને નુકસાન થયું હતું અને 22 નાગરિકોના મોત અથવા ઇજા થઈ હતી. તપાસ ટીમે આ હુમલાને પણ અંધાધૂંધ હુમલો ગણાવી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધ હોવાની વાત કરી છે.

હવે ટ્રમ્પની જવાબદારી અંગે શું?

UNની આ તપાસમાં અમેરિકન દળોની સંભવિત જવાબદારી અંગે તારણ આપવામાં આવ્યું છે, પરંતુ તેના આધારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.

ટ્રમ્પની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવા માટે અલગથી એ બાબતોની તપાસ જરૂરી બનશે કે હુમલાનો નિર્ણય કોણે લીધો, કયા સ્તરે મંજૂરી આપવામાં આવી, રાષ્ટ્રપતિને હુમલા અંગે કેટલી માહિતી હતી અને તેને રોકવા માટે તેમની પાસે કઈ સત્તા અથવા માહિતી હતી. અત્યારે UN રિપોર્ટ પોતે કોઈ અદાલતી ચુકાદો નથી. આગળની તપાસ અથવા અન્ય કાનૂની પ્રક્રિયામાં વ્યક્તિગત જવાબદારી અંગે અલગ તારણ આવી શકે છે.

ઈરાન સરકાર પર પણ ગંભીર આરોપ

આ જ UN તપાસમાં ઈરાનની સરકાર સામે પણ ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન (Human rights violation)ના આરોપો મૂકવામાં આવ્યા છે. મિશનના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર 2025ના અંતથી શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોને દબાવવા દરમિયાન ગેરકાયદેસર હત્યાઓ, ત્રાસ, મનસ્વી ધરપકડ અને બળજબરીથી ગાયબ કરવાના બનાવો થયા હોવાના પુરાવા મળ્યા છે.

તપાસમાં ઈન્ટરનેટ (Internet)બંધ કરવા અને વિરોધીઓ સામે મૃત્યુદંડના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. UN ટીમે આ કાર્યવાહીને નાગરિકો વિરુદ્ધ વ્યાપક અને વ્યવસ્થિત હુમલાનો ભાગ ગણાવ્યો છે અને કેટલીક કાર્યવાહી માનવતા વિરુદ્ધના અપરાધની શ્રેણીમાં આવી શકે હોવાનું જણાવ્યું છે.


આ પણ વાંચો: નવી દિલ્હીમાં ઈરાન-UAE નેતાઓની ઐતિહાસિક મુલાકાત; મધ્યસત્ર ચૂંટણીઓ બાદ યુદ્ધવિરામનો ટ્રમ્પનો સંકેત

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન, હોર્મુઝ અંગે કહ્યું- યુદ્ધ જલ્દી ખતમ થશે

આ પણ વાંચો: દિલ્હીમાં ઈરાની પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાના આક્રમક તેવર; અમેરિકા-ઈઝરાયલને ચેતવણી