Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mahesana News/ OTP વગર જ નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી રૂપિયા 1.85 લાખ ઉપડી ગયા, કડીમાં સાયબર ફ્રોડની ફરિયાદ

કડીમાં નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી ફરિયાદ મુજબ 1.85 લાખ ઉપડી ગયા. પોલીસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી.

September 19, 2026September 19, 2026Rahul Maurya
Gujarat Others Breaking News
cyber-fraud

Mahesana News: મહેસાણા જિલ્લાના કડીમાં નિવૃત્ત શિક્ષક સાથે સાયબર ફ્રોડ (Cyber ​​Fraud)ની ઘટના સામે આવી છે. કડીની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય દશરથભાઈ ગાંડાલાલ પટેલના SBI બેંક ખાતામાંથી OTP આપ્યા વગર કુલ 1,85,510 રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાઈ છે.

Cyber ​​Fraud : નિવૃત્ત શિક્ષકના ખાતામાંથી તબક્કાવાર રૂપિયા ઉપડ્યા

ફરિયાદ મુજબ દશરથભાઈ પટેલનું ખાતું કડીના પટેલ ભુવન ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI Account Fraud)માં છે અને આ ખાતામાં તેમનું પેન્શન જમા થાય છે. 9 સપ્ટેમ્બરે રાત્રે આશરે 9 વાગ્યે તેમના મોબાઈલ પર બેંકમાંથી 30,000 ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. મેસેજ મળતાં જ તેમણે YONO SBI એપમાં ખાતાની તપાસ કરી હતી. તપાસ કરતાં ખાતામાં માત્ર 5 રુપિયા બેલેન્સ હોવાનું જોવા મળ્યું હતું.

7 અને 8 સપ્ટેમ્બરે લાખો રૂપિયા ઉપડી ગયા

વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તબક્કાવાર રકમ ઉપાડવામાં આવી હતી. તમામ ટ્રાન્ઝેક્શન મળીને કુલ 1,85,510 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. ફરિયાદમાં દશરથભાઈએ જણાવ્યું છે કે તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિને OTP આપ્યો નહોતો, તેમ છતાં તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમણે પોતાના પુત્ર નિતીનને માહિતી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવામાં આવ્યો હતો.

પછી બેંકમાં જઈને મેનેજરને અરજી આપવામાં આવી અને ખાતાનું બેંક સ્ટેટમેન્ટ પણ મેળવવામાં આવ્યું હતું.

કડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ખાતામાંથી ગાયબ થયેલી રકમ પરત ન મળતાં આખરે દશરથભાઈએ કડી પોલીસ (Kadi Police) મથકે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા ખાતામાંથી થયેલા ટ્રાન્ઝેક્શન, ટ્રાન્ઝેક્શન આઈડી અને અન્ય વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. પૈસા કેવી રીતે ઉપાડવામાં આવ્યા અને કોણે ઉપાડ્યા તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

OTP વગર પણ સાયબર ફ્રોડ શક્ય?

આ ઘટનામાં ફરિયાદી તરફથી OTP શેર ન કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, માત્ર OTP ન આવ્યો હોવાના આધારે ફ્રોડ કેવી રીતે થયો તે નક્કી કરી શકાય નહીં. બેંકિંગ એપ, કાર્ડ, UPI, ક્રેડેન્શિયલ્સ અથવા અન્ય કોઈ માધ્યમ સાથે ચેડાં થયા કે કેમ તે પોલીસ અને બેંકની તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો: એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો

આ પણ વાંચો: ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા, 1 મિનિટમાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડિજિટલ એરેસ્ટ, 25 વર્ષના આરોપીની ધરપકડ

Post navigation

દિલ્હી એરપોર્ટ પર SpiceJetની ફ્લાઈટ્સમાં વિક્ષેપ, એરપોર્ટ પર મુસાફરોએ નોંધાવ્યો વિરોધ
 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર, આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવ્યું હોય તો LPG સબસિડીનો લાભ નહીં મળે

More Posts

સહાય/ તાઉતે’ વાવાઝોડાનાં અસરગ્રસ્તોની વ્હારે આવ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકો

May 20, 2021May 20, 2021Bhavini vasani

Not Set/ સૌરાષ્ટ્ર યુનિ.માં ઇડીસીની ચાલુ બેઠકમાં બેફામ ફી મુદ્દે કરાયો હોબાળો

March 6, 2019Nirmal Acharya

Not Set/ અમદાવાદ/ ભાજપના  કોર્પોરેટરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ

May 3, 2020arjun patel
Gujarat High Court: વૃક્ષો કાપવાના કેસમાં અનોખી સજા જેવી શરત: બે ફોરેસ્ટ ગાર્ડને 1700 વૃક્ષો વાવવાની શરતે જામીન

Ahmedabad News/ ગુજરાત હાઇકોર્ટનો અનોખો ચુકાદો: 1690 વૃક્ષો કાપવાના કેસમાં બે આરોપીઓને 1700 વૃક્ષો વાવવાની શરતે જામીન

August 18, 2026Maya Sindhav
PM Modi Surat Visit

Surat News/ પીએમ મોદીના સુરત પ્રવાસ પહેલાં ‘સ્વચ્છતા હી સેવા’નો ધમધમાટ, 800 સ્થળે મેગા સફાઈ

June 4, 2026June 4, 2026Kinjal Pradipkumar Patel
Surat BJP Internal Dispute : 'ચા કરતાં કીટલી ગરમ' કહી સ્થાનિક નેતાઓ પર નિશાન, કેશડોલ વિતરણમાં ભેદભાવના આક્ષેપ

Surat News/ સુરત ભાજપમાં ફરી આંતરિક અસંતોષ: કેશડોલ વિતરણ મુદ્દે પક્ષના જ કાર્યકરે સ્થાનિક નેતાઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલ

August 7, 2026August 7, 2026Maya Sindhav

મેટ્રોની કામગીરી/ સુરત: વરાછામાં મેટ્રોના કામગીરી કીચડનો મામલો, તંત્ર દ્વારા બે મકાનો સીલ કરવામાં આવ્યા, મેટ્રોની ટેક્નિકલ ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ. જે પણ જગ્યા લીકેજ હતુ ત્યા કરાયો સર્વે, હાલમાં મેટ્રોની કામગીરી સ્થગિત કરાઈ, સોસાયટીની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી

February 14, 2023jani
ગુજરાતમાં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે

Gujarat News/ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

July 15, 2026July 15, 2026Nikunj Patel
ફાટક

વિકાસ/ ફાટકમુકત ગુજરાત અભિયાને પકડી સ્પીડ : આ શહેરો થશે હવે રેલ્વેફાટક વગરનાં

July 17, 2022Keyuri Atri

ગમખ્વાર અકસ્માત/ ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત

November 23, 2021November 23, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy