Ahmedabad News: રાજસ્થાન (Rajasthan) માં 24 વર્ષ અગાઉ થયેલા હત્યા કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 24 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ છૂટક મજૂરીનું કામ કરી રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Rajasthan હત્યા કેસ: 24 વર્ષ જૂના હત્યા કેસમાં આરોપી વોન્ટેડ હતો
રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગલી ગામમાં પિતૃક મિલકત અને ધંધાના વિવાદને લઈને બે કુટુંબના ભાઈઓ વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ અદાવતના પગલે દલારામ નાઈ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો આક્ષેપ છે.
પોલીસના જણાવ્યા મુજબ, આજથી 24 વર્ષ અગાઉ આરોપી દિનેશભાઈ અમથાભાઈ અરજણભાઈ દેસાઈ સહિત અન્ય સહઆરોપીઓ ટાટા સુમો ગાડીમાં રાજસ્થાનના પાલી ગયા હતા. મૃતક મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે પાલી-શરદ-ડુંગલી બેરા ટિલાવા નજીક તેની મોટરસાઈકલને ટક્કર મારવામાં આવી હતી.
હત્યાને અકસ્માતનો બનાવ બતાવવાનો પ્રયાસ
પોલીસ તપાસ અનુસાર, મૃતકનું મોત અકસ્માતમાં થયું હોવાનું દર્શાવવા માટે સમગ્ર ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ટાટા સુમો ગાડી મૂકીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસ તપાસ અને અગાઉ થયેલી ફરિયાદ (Pali Crime)ના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળે મજૂરી કરતો હતો
આ કેસમાં આરોપી દિનેશભાઈ છેલ્લા 24 વર્ષથી પોલીસથી બચવા માટે પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) હ્યુમન સોર્સિસ (Human Sources) અને ટેકનિકલ વર્કઆઉટ (Technical Workout)ના આધારે આરોપી અંગે ચોક્કસ માહિતી એકત્ર કરી હતી. માહિતીના આધારે તેની ઓળખ કરવામાં આવી અને અંતે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
રાજસ્થાન પોલીસને સોંપવાની કાર્યવાહી
પકડાયેલા આરોપીની ઓળખ દિનેશભાઈ અમથાભાઈ અરજણભાઈ દેસાઈ, ઉંમર 54 વર્ષ તરીકે થઈ છે. તે રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 24 વર્ષ જૂના હત્યા કેસમાં વોન્ટેડ હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સુરતમાં દંપતી 5 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’માં: CBI-ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી શેર વેચાવ્યા, ₹13 લાખની છેતરપિંડી
આ પણ વાંચો : રાજકોટ લોકમેળા પહેલાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 90 જેટલા શખ્સોને કડક ચીમકી
આ પણ વાંચો : અમદાવાદમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે કરાવી જાહેર માફી
