Tech & Auto News : એપલ (Apple) ની લેટેસ્ટ iPhone 18 Pro સિરીઝ લોન્ચ થતાં જ આઈફોન લવર્સમાં તેને ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં ભારે ઈમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સના કારણે નવા આઈફોનની કિંમતો આસમાને પહોંચી છે. આ જ કારણ છે કે ભારતીય ગ્રાહકો હવે સ્થાનિક સ્ટોરમાંથી ફોન ખરીદવાને બદલે સીધા દુબઈ (UAE) જઈને આઈફોન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ફ્લાઈટની ટિકિટ અને વિઝાનો તમામ ખર્ચ ગણ્યા પછી પણ દુબઈથી આઈફોન લાવવો ભારતીયો માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.
ભારત અને દુબઈની કિંમતો વચ્ચે આકાશી-પાતાળનો તફાવત
દુબઈ સ્થિત ઓફિશિયલ એપલ સ્ટોરમાં iPhone 18 Pro ની શરૂઆતી કિંમત 5,099 દિરહામ (અંદાજે ₹૧.૩૩ લાખ) છે, જ્યારે iPhone 18 Pro Max ની કિંમત 5,499 દિરહામ (અંદાજે ₹૧.૪૩ લાખ) રાખવામાં આવી છે. આની સામે ભારતમાં iPhone 18 Pro ની કિંમત 164000 થી શરૂ થાય છે અને Pro Max વેરિઅન્ટ માટે 179900 ચૂકવવા પડે છે. આમ, ગણતરી કરીએ તો પ્રો મોડેલ દુબઈમાં ભારત કરતાં 33000 અને પ્રો મેક્સ મોડેલ લગભગ 38000 સુધી સસ્તું મળી રહ્યું છે.
એકથી વધુ ફોન ખરીદવા પર મોટો ફાયદો
જે ગ્રાહકો પોતાના કે પરિવાર માટે એક કરતાં વધુ ફોન ખરીદે છે, તેમને ટૂરિસ્ટ વિઝા અને મુંબઈ-દુબઈ ફ્લાઈટ ટિકિટનો ખર્ચ કાઢ્યા પછી પણ હજારો રૂપિયાનો ચોખ્ખો નફો થઈ રહ્યો છે. ભારતના ટેક્સ સ્ટ્રક્ચર અને દુબઈના ટેક્સ-ફ્રી શ્રાઈન માર્કેટ વચ્ચેના આ મોટા તફાવતના કારણે હાલમાં દુબઈ એપલ સ્ટોર્સ પર ભારતીય ખરીદદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
આ પણ વાંચો :WhatsApp વાપરતી વખતે આ 5 સેટિંગ્સ તરત કરી લો અપડેટ: ખાનગી માહિતી અને ચેટ્સ રહેશે સંપૂર્ણ સુરક્ષિત
આ પણ વાંચો :એન્થ્રોપિકનું AI હવે માત્ર ચેટબોટ પૂરતું સીમિત નહીં; મેડિકલ રિસર્ચ માટે બનાવી ખાસ બાયોલોજી લેબ
આ પણ વાંચો :BSNLનો ધમાકેદાર પ્લાન: માત્ર ₹1 માં મેળવો 24 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 24 GB ડેટા
