Ajab Gajab News/ માતાને ખોઈ દીધા બાદ બદલાઈ વિચારસરણી…દીકરાએ 80 વર્ષીય પિતાને પ્રથમવાર કરાવી હવાઈ સફર..!

80 વર્ષના પિતાએ પ્રથમ વાર હવાઈ સફર (Father Flight at 80s) કરી. વિમાનને પ્રથમ વાર સામે જોઇને એમના ચહેરા પર જે ખુશી આવી એ જોઇને લોકો પણ ઝૂમી ઉઠ્યા!

Ajab Gajab News Trending
Father Flight at 80s...શશીકાંત પાંડેનો ભાવુક વીડિયો વાયરલ!

Ajab Gajab News: એણે પોતાની કેરિયરમાંથી બ્રેક લઇને 80 વર્ષના વૃદ્ધ પિતા (Father Flight at 80s) સાથે સમય વીતાવવા અને એમના જૂના સપનાઓને પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો.

માતાને ગુમાવ્યા બાદ શશીકાંત પાંડે (Shashikant Pandey) નામના શખ્સની જીંદગી અને વિચારધારા બંને બદલાઈ ગઈ…એને સમજમાં આવી ગયું કે પોતાનાઓ સાથે વિતાવેલી પળો જ સૌથી વધુ કીમતી છે. એ પછી એણે કેરિયરથી અંતર બનાવી લઈને એના 80 વર્ષના પિતા સાથે ફરવાનું નક્કી કર્યુ! પ્રથમ વાર જ ફ્લાઈટમાં બેઠેલા બાબુજીની ખુશી જોઈને લોકો પણ ભાવુક થઇ ગયા!

કેટલીક વાર જીવનમાં અમુક ઘટનાઓ આપણને એવું શીખવી જાય છે જેની આપણને વર્ષો સુધી સમજ નથી પડતી…શશીકાંત પાંડે સાથે પણ કંઇક એવું જ થયું. માતાને કેન્સર (Cancer) હોવાને કારણે ગુમાવ્યા બાદ એને મહેસૂસ થયું કે જીવનમાં પોતાનાઓની સાથે વિતાવેલી પળો જ સૌથી મહત્વની છે. જે પળોને આપણે ઘણી વોર ટાળી દઈએ છીએ એ મોકા ફરી પાછા મળતા નથી!

આ જ વિચારધારાએ શશીકાંતને પોતાના જીવન અને પ્રાથમિકતાઓ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરી દીધો…એણે પોતાની કેરિયર (Career) માંથી બ્રેક લઇને 80 વર્ષના વૃદ્ધ પિતા સાથે સમય વીતાવવા અને એમના જૂના સપનાઓને પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો.

80 વર્ષે પ્રથમ વાર ફ્લાઇટમાં બેઠા બાબુજી

80 વર્ષે પ્રથમ વાર ફ્લાઇટમાં બેઠા બાબુજી (Father Flight at 80s)

શશીકાંતે પિતાને લઈને ફરવાનું શરુ કર્યુ અને આ દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેકના દિલને સ્પર્શ કર્યો. 80 વર્ષના પિતાએ પ્રથમ વાર હવાઈ સફર કરી. વિમાન (Aeroplane)ને પ્રથમ વાર સામે જોઇને એમના ચહેરા પર જે ખુશી આવી એ જોઇને લોકો પણ ઝૂમી ઉઠ્યા! ફ્લાઇટની અંદર પહોંચીને બાબુજીએ બારી પાસેની સીટમાંથી અવિરત આકાશ અને વાદળો જોયા જ કર્યા!

દીકરાએ વીડિયો કર્યો વાયરલ

એમના ચહેરા પર બાળક જેવી ખુશી સાફ ઝળકી રહી હતી! ઉંમર ભલે 80 વર્ષ હતી પણ એમનો ઉત્સાહ બાળકથી ઓછો ન હતો! શશીકાંતે આ હવાઈ સફરનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતા લખ્યું કે, એક એવું સપનુ જે પૂર્ણ થતા 80 વર્ષ લાગી ગયા…આ એક જ લાઇને સમગ્ર વાતને હાઈલાઈટ કરી દીધી! આ કેવળ એક હવાઈ યાત્રાનો વીડિયો ન હતો પરંતુ એક એવા પ્રયાસની ઝલક હતી જેમાં એ પોતાના પિતાની જીંદગીમાં એવા પળ જોડવા માગતો હતો જેને એ હંમેશા યાદ રાખે!

ફ્લાઈટમાં ક્રુએ કર્યુ વિશેષ સ્વાગત

ફ્લાઈટમાં ક્રુએ કર્યુ વિશેષ સ્વાગત

વાયરલ વિડીયો (Viral Video)માં ક્રૂ મેમ્બર્સ પણ બાબુજીનું સરસ રીતે સ્વાગત કરતા જોવા મળે છે. પિતાએ હાથ જોડીને ભાવુક બની એમનું અભિવાદન કર્યુ હતુ. સોશિયલ મિડીયા (Social Media)માં યુઝર્સને આ પિતા-પુત્રનું બોન્ડિંગ (Father-Son Bonding) ઘણું જ પસંદ પડી રહ્યું છે. કેટલાય લોકો શશીકાંતના આ પગલાની પ્રશંસા કરી રહ્યાં છે અને એને મા-બાપ પ્રત્યેના પ્રેમ અને જવાબદારીની એક સુંદર મિસાલ તરીકે મૂલવી રહ્યાં છે!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :