Food Recipe/ સવારે નાસ્તામાં બનાવો પ્રોટીનથી ભરપૂર મગફળી ચાટ…ચટપટી અને વળી હૅલ્ધી પણ..!

જો તમે દરરોજ એક જેવો નાસ્તો ખાઈને કંટાળ્યા હો તો આ સીંગદાણા ચાટ (Sing dana Chat) જરુર ટ્રાય કરવી. તો જાણીએ…એને બનાવવાની સરળ રેસિપી વિશે…

Trending Food Lifestyle
Sing dana Chat...પ્રોટીનસભર એક મસ્ત ચોમાસુ રેસિપી!

Food Recipe: જો તમે સવાર-સવારમાં એવું વિચારી રહ્યાં છે કે એવું શું બનાવીએ જે ટેસ્ટીની સાથોસાથ હૅલ્ધી પણ હોય અને વળી ફટાફટ તૈયાર થઈ જાય!! અહિં અમે તમને મગફળીની ચાટ (Sing dana Chat) બનાવવાની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ કે જે તમારા આ બંને લક્ષ્ય પૂરા કરશે…

સીંગદાણાને ઉકાળીને એમાં તમારી મનપસંદ શાકભાજી જેવી કે ડુંગળી, ખીરા કાકડી, લીલા મરચા અને લીંબુનો રસ (Onion, cucumber, green chilies, and lemon juice) વગેરે મિક્સ કરીને આ ચાટ તૈયાર કરવામાં આવે છે. અહિં ઉલ્લેખનીય છે કે, એને બનાવવામાં ઝાઝો સમય પણ નથી લાગતો કે વધુ તૈયારી પણ નથી કરવી પડતી! આમલી અને કોથમીર-ફુદીનાની ચટણી તૈયાર હોય તો આ ચાટ ફટાફટ બની જશે…એનો સ્વાદ એટલો તો લાજવાબ લાગશે કે બધા મજાથી ખાશે!

સીંગદાણા ખાવાના ફાયદા (Peanut Benefits)

આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આ સીંગદાણા ચાટ (Sing dana Chat) એક બહેતરીન વિકલ્પ હોઈ શકે છે. આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ પ્રોટીન (Protein) પણ બહુ જ જરુરી છે. આ ચાટ (Peanut Chat)ને તમે સાંજે પણ ખાઈ શકો છો. વરસાદ વરસતો હોય અને આ મજાની રેસિપી બનાવીને આરોગવાની મજા જ કંઇક ઓર છે!

આજે જે રેસિપી અહિં અમે શૅર કરવા જઈ રહ્યાં છીએ એ છે  સીંગદાણા ચાટ (Sing dana Chat) …જે મસલ્સને મજબૂતી બક્ષે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું ફીલ કરીવે છે. આ ઉપરાંત, શરીરને ઊર્જાવાન રાખવામાં સહાયક છે. આથી જ દિવસની શરુઆત એક સ્વસ્થ નાસ્તાથી કરવી અત્યંત જરુરી છે. …જે બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ વાનગી સાબિત થશે.  મગફળી પણ પ્રોટીન ઉપરાંત હૅલ્ધી ફેટ્સ પ્રદાન કરે છે. પ્રોટીન શરીરની માંસપેશીઓ (Muscles)ના સમારકામ અને શરીરની ઉચિત જાળવણી માટે આવશ્યક છે. જો તમે દરરોજ એક જેવો નાસ્તો ખાઈને કંટાળ્યા હો તો આ સીંગદાણા ચાટ (Sing dana Chat) જરુર ટ્રાય કરવી. તો જાણીએ…એને બનાવવાની સરળ રેસિપી વિશે…

શી રીતે બનાવશો મગફળીની ચાટ? (Sing dana Chat Recipe)

મગફળીની ચાટ (Sing dana Chat) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

મગફળીની ચાટ બનાવવાની સામગ્રી

સામગ્રી

1 કપ બાફેલી કે ઉકાળેલી મગફળીના દાણા

પાણી આવશ્યકતા અનુસાર

સ્વાદાનુસાર મીઠું

1 નાનો ટુકડો ઝીણી સમારેલી ખીરા કાકડી

1 નાની બારીક સમારેલું લીલુ મરચું

1 મધ્યમ આકારનું બારીક સમારેલું ટમેટું

થોડીક બારીક સમારેલી કોબી

થોડા દાડમના દાણા

સમારેલી કોથમીર અને ફુદીનાના પાન

1 ચમચી ચાટ મસાલો

સ્વાદાનાસુર કશ્મીરી લાલ મરચું

2 ચમચી કોથમીર-ફુદીનાની ચટણી

2 ચમચી આમલીની ખાટી-મીઠી ચટણી

1 લીંબુનો રસ

ઝીણી સેવ

સીંગદાણાની ચાટ

બનાવવાની વિધિ

1. મગફળી ચાટ બનાવવા માટે સૌપ્રથમ એક કપ મગફળીને કલાક પલાળી રાખો. ત્યારબાદ, એમાં થોડું પાણી અને મીઠું (Salt) ઉમેરીને પ્રેશર કૂકરમાં મધ્યમ તાપે 2 સીટી આવે ત્યાં સુધી બાફી લો.

2. મગફળીને ઠંડી કરી લો અને એક બાઉલમાં કાઢો. ત્યારબાદ એમાં બારીક સમારેલી ખીરા કાકડી, ડુંગળી, ટમેટું અને લીલુ મરચું ઉમેરો.

3. એના પર દાડમના દાણા, તાજી સમારેલી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરવા.

4. હવે એમાં મસાલા મિક્સ કરી લો. ચાટ મસાલો, લાલ મરચું પાવડર, કોથમીર-ફુદીનાની ચટણી, આમલીની ચટણી (Coriander-Mint Chutney & Tamarind Chutney) અને લીંબુનો રસ તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને સરસ રીતે હલાવી લો.

5. છેલ્લે ઝીણી સેવ ઉમેરો અને પછી મિક્સ કરી લો.

તો તૈયાર છે તમારી સીંગદાણાની ચાટ (Sing dana Chat)…જેની પર તમે ઝીણી સેવ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. આ હૅલ્ધી અને ટેસ્ટી બાફેલી મગફળીની ચાટના સૌ કોઇ દીવાના થઈ જશે! આ ચાટને તમે સાંજે પણ ખાઈ શકો છો. વરસાદ વરસતો હોય અને આ મજાની રેસિપી બનાવીને આરોગવાની મજા જ કંઇક ઓર છે!


આ પણ વાંચો: રાગીમાંથી બનાવો જાળીદાર અને પોચાં ઢોકળાં…સ્વાદ સાથે શરીરને મળશે કૅલ્શિયમ અને પ્રોટીન..!

આ પણ વાંચો: પ્રોટીન પાઉડર ભૂલી જશો: શરીરને મજબૂત અને ઉર્જાવાન બનાવતા ગામડાના 5 દેશી સુપરફૂડ્સ

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!